Last Updated on by Sampurna Samachar
BRTS ટ્રેકમાં એમ્બ્યુલન્સ અને બે વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત
આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાશ ચોકડી પાસે એક માર્ગ અકસ્માતની ઘટના સામેઆવી છે. BRTS રૂટની અંદર એક એમ્બ્યુલન્સ અને અન્ય બે ખાનગી વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આઅકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે.

મળતી માહિતી મુજબ, પાંડેસરા કૈલાશ ચોકડી સ્થિત BRTS કોરિડોરની અંદરથી પસાર થઈ રહેલી એકએમ્બ્યુલન્સની ટક્કર એક મોટરસાયકલ અને અન્ય એક ખાનગી વાહન સાથે થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.
અકસ્માત પાછળનું ટેકનિકલકારણ ?
એમ્બ્યુલન્સ જેવી રીતે વાહનો સાથે અથડાઈ તેને જોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ભીતિ સેવાતી હતી, પરંતુ ચમત્કારિક રીતે કોઈ ગંભીરજાનહાનિ થઈ નથી.
આ ટ્રિપલ અકસ્માતમાં બાઈક સવાર વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થેનજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાનીકામગીરી હાથ ધરી હતી. મ્ઇ્જી રૂટમાં ખાનગી વાહનો કેવી રીતે આવ્યા અથવા અકસ્માત પાછળનું ટેકનિકલકારણ શું છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.