ચારુસેટ યુનિવર્સિટીએ પેપરલેસ પરીક્ષા થકી પર્યાવરણનુ જતન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આ સફર વર્ષ ૨૦૧૯માં શરૂ થઈ

ચારુસેટ ગુજરાતની પ્રથમ સંસ્થાઓમાંની એક

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એક નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે દેશની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ આજે પણ પરંપરાગત રીતે કાગળ અને પેન આધારિત લેખિત પરીક્ષાઓ પર ર્નિભર છે, ત્યારે ચારુસેટ યુનિવર્સિટીએ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ પરીક્ષા પ્રણાલી અપનાવીને ગુજરાતમાં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. મોટા પાયે આ પ્રકારની ડિજિટલ પરીક્ષાઓ શરૂ કરનારી ચારુસેટ ગુજરાતની પ્રથમ સંસ્થાઓમાંની એક બની ગઈ છે.

ચારુસેટની પેપરલેસ પરીક્ષાઓ તરફની આ સફર વર્ષ ૨૦૧૯માં શરૂ થઈ હતી, જ્યારે યુનિવર્સિટીએ ડિજિટલ પરીક્ષાના ક્ષેત્રમાં કામ કરતી સિંગાપોર સ્થિત સંસ્થા ‘લિટલમોર ઇનોવેશન લેબ્સ‘ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારી હેઠળ, યુનિવર્સિટીમાં એક એવું એડવાન્સ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું જેણે છાપેલા પ્રશ્નપત્રો અને હાથથી લખાયેલી ઉત્તરવહીઓનો અંત આણ્યો છે.

દર વર્ષે લાખો ટન કાગળનો વપરાશ થાય છે

શરૂઆતમાં આ સિસ્ટમનો પ્રયોગ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યો હતો. તેની સફળતા બાદ, આ સિસ્ટમને તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવી અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી યુનિવર્સિટીની તમામ આંતરિક  અને બાહ્ય પરીક્ષાઓ સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં લેવાનું શરૂ કરાયું છે.યુનિવર્સિટીની આ પહેલ પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

પરંપરાગત પરીક્ષાઓમાં દર વર્ષે લાખો ટન કાગળનો વપરાશ થાય છે, જેના કારણે કુદરતી સંસાધનોનો ભારે બગાડ થાય છે. પેપરલેસ પ્રોસેસ અપનાવ્યા બાદ, ચારુસેટ યુનિવર્સિટી હવે વાર્ષિક અંદાજે ૨.૪ કરોડ કાગળના શીટ્સની બચત કરી રહી છે. આનાથી દર વર્ષે લગભગ ૬૫૦ વૃક્ષો કપાતા બચશે અને વાતાવરણમાં આશરે ૨૫,૦૦૦ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્સર્જન ઘટશે.

ટેબ્લેટ પર પરીક્ષા અને ડિજિટલ મૂલ્યાંકન

આ નવી ડિજિટલ સિસ્ટમે પરીક્ષા આપવા અને લેવાના અનુભવને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવ્યો છે:

પેપર લીક થવાનો ભય નહીં: ક્લાઉડ-બેઝ્ડ સિસ્ટમ દ્વારા પ્રશ્નપત્રો સીધા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવતા હોવાથી પેપર લીક થવાનું જાેખમ બિલકુલ નાબૂદ થયું છે.

સ્માર્ટ ટેકનોલોજી: વિદ્યાર્થીઓ ટેબ્લેટનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબો લખે છે, જેમાં ઓટોમેટિક આન્સર સેવિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઝડપી પરિણામ: પ્રોફેસરો પણ આ ઉત્તરવહીઓનું ડિજિટલ મૂલ્યાંકન કરે છે, જેથી પરિણામો વધુ સચોટ, પારદર્શક અને ખૂબ જ ઝડપથી જાહેર કરી શકાય છે.

ચારુસેટ યુનિવર્સિટીનો કાગળ આધારિત પરીક્ષાઓમાંથી ડિજિટલ મૂલ્યાંકન તરફનો આ બદલાવ તેમની નવીનતા, પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.