Last Updated on by Sampurna Samachar
ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયુ
મૃતકના પરિવાજન સાથે ચૈતર વસાવાએ લાફાવાળી કરી હતી મૃતક પરિવારજને પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આપના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિ વચ્ચે ઘર્ષણથયું હોવાનો વીડિયો વાયરલ થયો છે. જ્યાં ચૈતર વસાવાએ લાફો મારતાં સામે રહેલી વ્યક્તિએ પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતીપ્રમાણે, ઝઘડિયાની ખાનગી કંપનીમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ચૈતર વસાવા અને મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવા વચ્ચે મારામારીનો વીડીયો સામે આવ્યો છે. ચૈતર વસાવાએ બોલાચાલી બાદ રાજન વસાવાને લાફો મારી લીધો હતો.
ચૈતર વસાવાએ લાફાવાળી કરી હતી
ઝઘડિયા મેટ્રોપોલિટન કંપનીમાં આગનો મામલો વધુ વિવાદમાં આવ્યો છે. મૃતકના પરિવારજનો ધારાસભ્ય ચૈતર વસાવાપર ગુસ્સે થયા હતા. મૃતકના પરિવાજનોએ ચૈતર વસાવવા સાથે ઉગ્ર બોલાચાલી બાદ લાફાવાળી થઇ હતી. વીડિયોમાં જાેઇ શકાય છે કે, મૃતકના પરિવાજન સાથે ચૈતર વસાવાએ લાફાવાળી કરી હતી. મૃતકપરિવારજને પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત ૧૩ એપ્રિલના રોજ ઝઘડિયા GDIC ની મેટ્રોપોલિટન કંપનીમાં આગની ઘટનાબની હતી. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૫ લોકો દાઝ્યા હતા. આ બાબતે વળતર મામલેરજૂઆત મામલે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. તે દરમિયાન મૃતકના પિતરાઇ ભાઇ અને ચૈતર વસાવાવચ્ચે ઘર્ષણ થયું હતું.
મૃતક રાકેશ વસાવાના ભાઇએ કહ્યું કે, આગની ઘટનામાં મારા ભાઇ રાકેશ વસાવાનું મોત થયું હતું. આ બાબતેકંપનીના ડાયરેક્ટ, પીએસઆઇ અને અમારી વચ્ચે વાતચીત થઇ હતી. કંપનીએ બધી રીતે તૈયાર હતી. તેમણે જણાવ્યું હતું કે તમારે એક સાથે પૈસા જોતા હોય તો અથવા સર્વિસના વર્ષો સુધી દર મહિનાના પગારમાં પાંચટકાનો વધારો કરીને પણ ચૂકવવા તૈયાર છે.
સાથે ડબ્લ્યુસીના ૧૫ લાખ આપવા પણ તૈયાર છે. અહીંયા ચૈતરવસાવા આવીને લોકોને ઉશ્કેરે છે. તે માત્ર પૈસા માટે આવ્યો છે. સમાજ માટે નથી આવ્યો. જો આવનારાસમયમાં બહાર હુલ્લડ થશે તો તેના માટે ચૈતર વસાવા જવાબદાર રહેશે. તે પૈસા કઢાવવા માટે આવ્યો છે. ભાઇ તારે હીરો બનવાની જરૂર નથી. બધા જાગૃત જ છે.
આ મામલે ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, મૃતકનો પરિવાર અમારી સમક્ષ ન્યાયની માગ કરી હતી. જેના પગલે અમે કંપનીમાં વાત કરવા ગયા હતા.