Last Updated on by Sampurna Samachar
રાહુલ ગાંધી સહિત અનેક મોટા રાજકીય ચહેરાઓ હાજર રહ્યા
૯ અન્ય વિધાયકોએ મંત્રીપદના શપથ લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આખરે તમિલનાડુમાં TVK નો સત્તાનો માર્ગ મોકળો થઈ ગયો છે અને થલાપતિ વિજયના નામથી ઓળખાતા સી જોસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા છે . વિજયના શપથગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો.

થલાપતિ વિજય તરીકે ઓળખાતા સી જોસેફ વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા અને આ પળના તેમના માતા પિતા અને નીકટના મિત્રો સાક્ષી રહ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજયને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
આ ૯ વિધાયકોએ મંત્રી પદના શપથ લીધા
વિજયે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ૯ વિધાયકોએ મંત્રી પદના શપથ લીધા. જેમાં થિરુ એન આનંદ, સીટીઆર ર્નિમલકુમાર, અરુણ રાજ, આધવ અર્જૂના, કીર્તના, રાજમોહન, વેંકટરામનન અને સેનગોટ્ટેયાન સામેલ છે.
૧. થિરુ એન આનંદે કે જેઓ ત્યાગરાજ સીટથી ધારાસભ્ય બન્યા છે તેમણે મંત્રીપદના શપથ લીધા. તેઓ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા પણ છે.
૨. TVK નેતા અને પ્રમુખ રણનીતિકાર આધવ અર્જૂન પણ મંત્રી બન્યા. તેઓ વિલ્લિવક્કમ સીટથી વિધાયક છે અને વીસીકેના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.
૩. TVK ના મહાસચિવ કેજી અરુણ રાજે પણ મંત્રીપદના શપથ લીધા જેઓ તિરુતેંગોડે સીટથી ચૂંટાઈ આવ્યા છે અને પૂર્વ ૈંઇજી અધિકારી છે.
૪. ગોબીચેટ્ટિપાલયમ સીટથી નવા ચૂંટાઈ આવેલા વિધાયક કે એ સેંગોટ્ટેયને મંત્રી પદના શપથ લીધા. નવમી વખત વિધાયક બનેલા સેંગોટ્ટેયન ટીવીકે પહેલા લાંબા સમય સુધી AIADMK જોડે જોડાયેલા રહ્યા.
૫. માયલાપુરથી નવા ચૂંટાઈ આવેલા પી વેંકટરામનન પણ મંત્રી બન્યા. તેઓ લાંબા સમયથી વિજય સાથે જોડાયેલા રહ્યા છે અને વર્ષ ૨૦૦૦માં તેઓ વિજયના મેનેજર હતા.
૬. તમિલનાડુમાં ભાજપના સોશિયલ મીડિયાના ચીફ રહી ચૂકેલા આર ર્નિમલકુમાર થુરુપરંકુદ્રમ સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને હવે મંત્રીપદના શપથ લીધા. તેઓ એક સમયે AIADMK નો પણ ભાગ રહી ચૂક્યા છે.
૭. તમિલ અભિનેતા અને ડાયરેક્ટર રાજમોહને મંત્રીપદના શપથ લીધા. તેઓ ટીવીકેના પ્રચાર સચિવ અને એગ્મોર સીટથી ચૂંટાઈ આવ્યા છે.
૮. ડો. ટી કે પ્રભુ પણ વિજય સરકારમાં મંત્રી બન્યા. તેઓ કરાઈકુડી સીટથી વિધાયક છે અને વ્યવસાયે ડોક્ટર છે. તેઓ પહેલીવાર વિધાયક બન્યા છે.
૯. ૨૯ વર્ષના એસ ર્કિતના પણ મંત્રી બન્યા. તેઓ TVK સરકારના સૌથી યુવા મંત્રી છે. તેમણે તમિલનાડુની શિવપાસી સીટથી ચૂંટણી જીતી.

અભિનેત્રી ત્રિશા કૃષ્ણનન પણ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ટીવીકે ચીફ સી ના શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ છે.
શપથ ગ્રહણ સમારોહની સૌથી ભાવુક પળ જોવા મળી
ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ટીવીકે ચીફ સી જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. અનેક મોટા રાજકીય ચહેરાઓ પણ હાજર રહ્યા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપરાંત ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓ પણ કાર્યક્રમમાં સામેલ થયા. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ઉપરાંત સનમ શેટ્ટી પણ સમારોહમાં જાેવા મળ્યા. વિજયના શપથ સાથે જ તમિલનાડુના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
શપથ ગ્રહણ સમારોહની સૌથી ભાવુક પળ એ હતી કે જ્યારે વિજયના પિતા અને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર એસએ ચંદ્રશેખર પુત્રને મુખ્યમંત્રી પદના શપથ લેતા જોઈને ભાવુક થઈ ગયા. પહેલા તો તેઓ ગર્વથી તાળી પાડતા જોવા મળ્યા અને પછી ગણતરીની પળો બાદ તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
કેમેરામાં આ પળ કેદ થઈ ગઈ. નજીક બેઠેલા વિજયના માતા શોભા ચંદ્રશેખર પણ ખુબ ભાવુક થયેલા જાેવા મળ્યા.