Last Updated on by Sampurna Samachar
તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ જવાનને મુક્ત કરવાનો ઇનકાર કર્યો
પંજાબના ફિરોજપુર જિલ્લાની ભારત-પાકિસ્તાન સરહદ ઓળંગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનની સેનાએ BSF ના એક જવાનની અટકાયત કરી હોવાના મોટા સમાચાર મળ્યા છે. ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન રેન્જર્સે BSF ના જવાનની અટકાયત કરી છે. અટકાયત કરવામાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનની ઓળખ ૧૮૨ બટાલિયનનો કોન્સ્ટેબલ પીકે સિંહ તરીકે થઈ છે. જવાનનો યુનિફોર્મ અને સર્વિસ રાઈફલ પાક. રેન્જર્સે જપ્ત કરી લીધી છે.
પંજાબના ફિરોજપુર જિલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર ભૂલથી BSF નો એક જવાન પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો. તે ખેડૂતો સાથે છાયડાંમાં આરામ કરવા માટે આગળ વધ્યો હતો. ત્યારે અચાનક સરહદ ક્રોસ થઈ જતાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. જેથી પાકિસ્તાન રેન્જર્સે તેની અટકાયત કરી હતી. બંને દેશો વચ્ચે હાલ ચાલી રહેલાં તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ તેને મુક્ત કરવાનો ઈનકાર કર્યો છે.
પાકિસ્તાન રેન્જર્સે ભારતની માંગ ફગાવી
BSF નો આ જવાન થોડા સમય પહેલાં જ આ સરહદ પર તૈનાત થયો હતો. તેથી તેને સરહદની ઓળખ ન હોવાથી ભૂલથી પાકિસ્તાન જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. જેમાં BSF પોતાના જવાનને પરત કરવાની માંગ કરી હતી. પંરતુ પાકિસ્તાન રેન્જર્સે આ માંગ ફગાવી દીધી હતી. આ મુદ્દે BSF અને પાક. રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઇ.