મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે યુવકની ક્રુર હત્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. મેઘાણીનગરની જાણીતી ગુલમર્ગ સોસાયટીના જાહેર માર્ગ પર એક સ્થાનિક યુવક પર ઘાતક હથિયારો વડે તૂટી પડીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ હુમલો એટલો ભયાનક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ લોહીના ખાબોચિયામાં લથપથ હાલતમાં મોત નીપજ્યું હતું.

સરાજાહેરમાં થયેલી આ ઘટનાને પગલે આસપાસના બજારો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હત્યાના આ બનાવની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તુરંત જ ગુલમર્ગ સોસાયટીની આસપાસ કોર્ડન કરી લીધું હતું. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્પેશિયલ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.

ધોળા દિવસે થયેલી આ હત્યાથી ચકચાર

એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના, ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે જેથી હત્યારાઓ સુધી ઝડપથી પહોંચી શકાય.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ કોઈ જૂની લડાઈ, નાણાકીય લેણદેણ કે અંગત અદાવત જવાબદાર હોઈ શકે છે. જાેકે, પોલીસ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ પર પહોંચી શકી નથી.

મેઘાણીનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. સોસાયટી અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. ધોળા દિવસે થયેલી આ હત્યાએ સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.