Last Updated on by Sampurna Samachar
સરકારી ભરતી પરીક્ષામાં હાઈટેક ચોરી કરતા પકડાયો યુવક
પરીક્ષા દરમિયાન તપાસ કરવામાં આવતા તેના ચપ્પલની અંદર એક બ્લૂટૂથ ડિવાઈસ અને પેનમાં છુપાવેલો માઇક્રો ફોન મળી આવ્યો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
છપરા ખાતે સહાયક શિક્ષા વિકાસ અધિકારીની ત્રીજા તબક્કાની પરીક્ષા દરમિયાન હાઈટેક ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.૨૦ એપ્રિલે યોજાયેલી પરીક્ષા દરમિયાન સાધૂલાલ પૃથ્વીચંદ ઉચ્ચતર માધ્યમિક શાળાના પરીક્ષા કેન્દ્ર પર એકઉમેદવાર આધુનિક ટેક્નોલોજીની મદદથી ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગયો હતો.

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા ઉમેદવારોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સિવાનજિલ્લાના બૈજુબરહોગા ગામના રહેવાસી રોહિત કુમારનું વર્તન થોડું વિતિત્ર લાગ્યું હતું. જે બાદ તેના પર નજરરાખવામાં આવી હતી. જે બાદ પરીક્ષા દરમિયાન તપાસ કરવામાં આવતા તેના ચપ્પલની અંદર એક બ્લૂટૂથડિવાઈસ અને પેનમાં છુપાવેલો માઇક્રોફોન મળી આવ્યો.
પોલીસે ઉમેદવાર વિરુદ્ધ FIR નોંધીને તેની ધરપકડ કરી
તપાસમાં ખુલ્યું કે ઉમેદવાર આ ડિવાઈસની મદદથી પરીક્ષા દરમિયાન બહાર બેઠેલા કોઈ વ્યક્તિ પાસેથીસવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મામલાની ગંભીરતા જોતા પરીક્ષા કેન્દ્ર પર શિક્ષકો દ્વારાતરત જ કાર્યવાહી કરીને પરીક્ષાર્થીને કસ્ટડીમાં લીધો અને સ્થાનિક પોલીસને જાણ કરી. છપરા નગર પોલીસે ઉમેદવાર વિરુદ્ધ FIR નોંધીને તેની ધરપકડ કરી છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલ મોકલવામાં આવ્યોછે.
આ ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્રને તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની સૂચનાઆપી છે. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, પરીક્ષાની નિષ્પક્ષતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાંઆવશે નહીં અને ટેક્નોલોજી દ્વારા નકલ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પરીક્ષા કેન્દ્રનાસુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, “ફ્રિસ્કિંગ દરમિયાન ઉમેદવાર શંકાસ્પદ લાગ્યો. તપાસમાં હાઈટેક બ્લૂટૂથ અનેમાઇક્રોફોન મળ્યા, ત્યારબાદ તરત પોલીસને જાણ કરવામાં આવી.”