Last Updated on by Sampurna Samachar
મહેમદાવાદમાં બે જિલ્લા પંચાયત બેઠકો બિનહરીફ
કોંગ્રેસના ઉમેદવારોએ અંતિમ ઘડીએ મેદાન છોડી દેતા ભાજપનો વિજય માર્ગ મોકળો બન્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ મહેમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય સફળતા મેળવીછે. મહેમદાવાદ તાલુકાની બે મહત્વની અમદાવાદ જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારોએ અંતિમ ઘડીએ મેદાન છોડી દેતા ભાજપનો વિજય માર્ગ મોકળોબન્યો છે.

મળતી માહિતી મુજબ, દેવકી વણસોલ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અજીતસિંહ ડાભીબિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે કનીજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મિતુલ રાઠોડ બિનહરીફ વિજેતા થયા છે.
વિજયી લહેરની અસર જોવા મળે તેવી શક્યતા
આ બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો પરત ખેંચી લેતાચૂંટણી અધિકારી દ્વારા તેમને વિધિવત રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.ચૂંટણી પહેલા જ આ મોટી જીત મળતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિંહચૌહાણે બંને વિજેતા ઉમેદવારોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા અને પક્ષના સંગઠનની શક્તિનેબિરદાવી હતી. નોંધનીય છે કે, મહેમદાવાદમાં ભાજપની આ જીતથી જિલ્લા પંચાયતમાં પક્ષનું સંખ્યાબળ અનેપકડ વધુ મજબૂત બની છે. હવે આગામી મતદાનના દિવસે અન્ય બેઠકો પર પણ આ વિજયી લહેરની અસર જોવા મળે તેવી શક્યતા છે.