Last Updated on by Sampurna Samachar
પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ ગળે મળીને પાઠવી શુભેચ્છા
આ મિલને ભાજપના કાર્યકરોમાં એકતાનો મજબૂત સંદેશ પહોંચાડ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ ચારેબાજુ વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

ચૂંટણીના પરિણામો બાદ જામનગરના રાજકારણમાં એક સુખદ દ્રશ્ય જોવા મળ્યું હતું. સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય/રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ એકબીજાને ભેટીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મિલને ભાજપના કાર્યકરોમાં એકતાનો મજબૂત સંદેશ પહોંચાડ્યો છે.
વિજય બાદ સાંસદ પૂનમબેન માડમે મીડિયા સાથેની વાતચીતમાં જામનગરની જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ જીત વિકાસની સકારાત્મક રાજનીતિ પર લોકોના અટલ વિશ્વાસની જીત છે. જામનગરના નાગરિકોએ જે ભરોસો મૂક્યો છે, તેને અમારા વિજેતા ઉમેદવારો લોકોની સેવા કરીને અને તેમના પ્રશ્નોને વાચા આપીને સાર્થક કરશે.”