૨ બેઠકો ભાજપે બિનહરીફ જીતી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વડોદરાના વાઘોડિયામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો

કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો વિજય માર્ગ મોકળો થયો.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરાના વાઘોડિયામાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો પરત ખેંચવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો તેમજ ઉમેદવારો સામસામે આવી જતાં વાતાવરણ ગરમાયું હતું.

કચેરી પરિસરમાં જ બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર ‘તુ-તુ મૈં-મૈં‘ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.આ ગરમાગરમી વચ્ચે મોટા સમાચાર એ છે કે, જરોદ જિલ્લા પંચાયત તેમજ ગુતાલ જિલ્લા પંચાયતની બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો વિજય માર્ગ મોકળો થયો હતો.

આ ઘટનાક્રમ બાદ રાજકારણ વધુ ગરમાયું છે.કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નારણભાઈ પટેલે ભાજપ પર અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને ધાક-ધમકી આપી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ડરાવી-ધમકાવીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.