કમલમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

 

ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી

રાજ્યની તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં ભાજપે ક્લીન સ્વીપ કરીને શહેરી વિસ્તારોમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

આ પ્રચંડ વિજયની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કમલમ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કમલમ ખાતે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષના નેતાઓ આ જીતને ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી અને ગુજરાતની પ્રજાના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વિશ્વાસનું પરિણામ ગણાવી રહ્યા છે.

ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં, ભાજપે પોતાનો વિજય રથ કાયમ રાખ્યો છે. કેટલીક બેઠકો, જેમ કે અમદાવાદની ખાડિયા અને સરસપુર બેઠક, ભાજપના હાથમાંથી ગઈ છે, પરંતુ પક્ષ તેને એક નાનકડા લોઢાના મેખ તરીકે ગણાવીને ભવિષ્યમાં તે મતદારોના દિલ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન અંગે, ભાજપના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની જનતા શાંતિપ્રિય અને વિકાસપ્રિય છે, અને અરાજકતાવાદી રાજનીતિને સ્વીકારતી નથી, જેના કારણે છછઁ ને જનતાએ જાકારો આપ્યો છે.

ઐતિહાસિક વિજયનો ઉત્સવ હજુ વધુ ધામધૂમથી ઉજવાશે

આ જીત ભાજપની સંગઠનાત્મક તાકાત, ઝીણવટભર્યું આયોજન અને પ્રજા સંપર્કની કામગીરીનું ફફ્ર છે. પક્ષના નેતાઓ દ્વારા મીટિંગો અને સતત પ્રયાસો દ્વારા આ વિજય પ્રાપ્ત થયો છે. થોડા જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મીડિયા સાથે વાતચીત કરીને આ જીતનો શ્રેય કોને આપવો અને આગામી સમયમાં પક્ષની રણનીતિ શું રહેશે તે અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપશે. કમલમ ખાતે ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આ ઐતિહાસિક વિજયનો ઉત્સવ હજુ વધુ ધામધૂમથી ઉજવાશે.

કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતને બદનામ કરવા માટે કોઈ કસર છોડવામાં આવી નહોતી, પરંતુ રાજ્યના નાગરિકોએ સમજદારી દાખવી છે. યોગ્ય સમયે જનતાએ યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રદેશ નેતૃત્વ અને મુખ્યમંત્રીની આગેવાનીમાં આ ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે. ભાજપ ગુજરાતનું સૌથી મોટું પરિવાર છે અને રહેશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપને મફ્રેલી ભવ્ય જીત બદલ જનતાનો આભાર માન્યો.

તેમણે જણાવ્યું કે, છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતની જનતા વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે? ભાજપના કાર્યકર્તાઓએ તડકો-છાંયો જાેઈયા વગર સમર્પણ અને સેવા ભાવથી કામ કર્યું છે, જેના પરિણામે આ જીત મફ્રી છે.

તેમણે વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ગુજરાતને વારંવાર બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જનતાએ હંમેશા ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખી જનતાએ મોટી જીત અપાવી છે. તેમણે કહ્યું કે, દરેક પ્રશ્નનો જવાબ ચૂંટણીના પરિણામમાં મફ્રી ગયો છે? ગુજરાતની જનતા નકારાત્મકતા સ્વીકારતી નથી. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ટીમવર્કથી કામ કર્યું છે અને મફ્રેલાજનસમર્થનને વધુ મજબૂત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ ૧૯૨ બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં સત્તાધારી પક્ષ ભાજપે ૧૬૦ બેઠકો સાથે પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે, જે ગત ટર્મની સરખામણીએ ૧ બેઠકનો વધારો દર્શાવે છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસે ૩૨ બેઠકો મેફ્રવીને ગત પરિણામો કરતા ૭ બેઠકોનો ફાયદો મેફ્રવ્યો છે, જે ગત વર્ષની દ્રષ્ટિએ થોડું સારું પરિણામ સૂચવે છે. જો કે આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર નાના પક્ષોમાં જાેવા મળ્યો છે, જેમાં સંપૂર્ણ સફાયો થયો છે.

સુરતમાં ૧૯૯૫ બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની ૧૨૦ બેઠકમાંથી ભાજપને ફાફ્રે ૧૧૫ આપ ને ૪ અને કોંગ્રેસને ૧ બેઠક મફ્રી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મફ્રે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મફ્રીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી ૧૯૯૫ પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મફ્રશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મફ્રી શકશે નહીં.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીના પરિણામોમાં વૉર્ડ નંબર ૧માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડતાં ભાજપ અને અપક્ષે મેદાન માર્યું છે. ૨૦૨૧માં આ વૉર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી, પરંતુ આ વખતે આંતરિક મતભેદો અને ટિકિટ વહેંચણીના વિવાદને કારણે પક્ષે ત્રણ બેઠકો ગુમાવવી પડી છે. આ ચૂંટણીમાં ભાજપના કુંદનબહેન ટેલર (૧૨,૫૩૫ મત) અને ભુરસીંગ રાઠવા (૧૦,૧૦૬ મત) વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પુષ્પાબહેન વાઘેલા (૧૩,૩૪૧ મત) પોતાની બેઠક બચાવવામાં સફફ્ર રહ્યા છે.

સૌથી મોટો ઉલટફેર કોંગ્રેસના બફ્રવાખોર ઉમેદવાર હરીશ પટેલે સર્જ્યો છે, જેઓ અપક્ષ તરીકે લડીને ૧૩,૩૭૨ મતોની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબહેન રાવતને ૧૧,૯૨૦ મત મફ્રવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાય છે. રાજપીપફ્રા નગરપાલિકાની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. રાજપીપફ્રા નગરપાલિકામાં કમફ્ર છવાયું છે. ભાજપે અહીં ઐતિહાસિક જીત મેફ્રવી હતી. ભાજપને ૨૮માંથી ૨૫ બેઠક જીતી. જ્યારે ૩ બેઠક અપક્ષના ફાફ્રે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ. ભાજપે પાલિકાની સ્થાપના બાદ પ્રથમ વખત સૌથી મોટી જીત મેફ્રવી.

કોંગ્રેસ ૦ પર સમેટાઈ, ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસની સંખ્યા ૦ થઈ ગઇ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાફ્રિયા નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે અને ફરી એકવાર સત્તા જાફ્રવી રાખી છે. કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપે ૩૦ બેઠકો પર જીત મેફ્રવી સ્પષ્ટ પ્રભુત્વ સ્થાપ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને ૫ બેઠકો મફ્રી છે, જ્યારે ૧ બેઠક અપક્ષ ઉમેદવારના ફાફ્રે ગઈ છે. આ પરિણામોથી સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મફ્રી રહ્યો છે અને વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.

મોરબી મહાનગરપાલિકામાં તમામ ૫૨ બેઠકો પર ભાજપ જીતી ગયો છે. આ સાથે કોંગ્રેસ અને અપક્ષના ખાતામાં એક બેઠક પણ આવી શકી નહોતી.અમદાવાદ જિલ્લાની ધોફ્રકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. ૩૬ બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મત ગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે ૧૧ બેઠકો પર બિનહરીફ વિજય મેફ્રવી લીધો હતો.

મત ગણતરી દરમિયાન વધુ ૧૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતાં, પક્ષે કુલ ૨૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેફ્રવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મત ગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મફ્રી રહ્યો છે. ધોફ્રકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.