Last Updated on by Sampurna Samachar
પાલનપુર અને રાજકોટનો વોન્ટેડ આરોપી દબોચાયો
ધરપકડ બાદ પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતની સોનાની કાન સેર સાથેની બે બુટ્ટીઓ રિકવર કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરની LCB ઝોન–૭ પોલીસે એક એવા રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. જે પોતાની ભુવાતરીકેની ઓળખ આપી નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતો હતો. આધ્યાત્મિક શક્તિના બહાને છેતરપિંડીકરતા આ શખ્સ પાસેથી પોલીસે રૂ. ૧.૭૫ લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે.

ઝોન–૭ LCB ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને મુકેશનાથનટવરનાથ ચૌહાણ (૨૭ વર્ષ, રહે. દહેગામ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી બનાસકાંઠાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો.
એકલી જતી મહિલાઓને રોકીને વાતચીત શરૂ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસસ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીની ઘટનામાં પણ તે નાસતો ફરતો હતો. અગાઉ તેની સામે અમદાવાદના વાસણાઅને રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.આ ઠગ ભુવો અત્યંત ચાલાકીથી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. રસ્તા પર એકલી જતી મહિલાઓને રોકીને વાતચીત શરૂ કરતો.
પોતે આધ્યાત્મિક શક્તિ ધરાવે છે અને ભુવો છે તેવો ડોળ કરી મહિલાઓને વાતોમાં ભોળવતો. મહિલાઓનેવિધિ કે ભક્તિના નામે ડર બતાવી તેમનો વિશ્વાસ જીતતો હતો. છેતરીને મહિલાઓ પાસેથી સોનાના દાગીનાઉતરાવી લેતો અને પળવારમાં ફરાર થઈ જતો.
ધરપકડ બાદ પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતની સોનાની કાન સેર સાથેની બે બુટ્ટીઓ રિકવરકરી છે. આ ધરપકડ સાથે પોલીસે પાલનપુર અને રાજકોટના બે વણઉકેલ્યા (અનડિટેક્ટ) ગુનાઓનો ભેદઉકેલી નાખ્યો છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની આવી વાતોમાં આવીને કિંમતીદાગીના કે રોકડ ગુમાવવી નહીં અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.