વડોદરા પાલિકાની વોર્ડ-૬માં સુવિધા નહીં તો વોટ નહીં ના બેનરો લાગ્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સ્થાનિક સુવિધાઓ આપવામાં પણ વામણા પુરવાર થયા હતા.

જેથી વખતની પાલિકા ચૂંટણીમાં વિસ્તારના રહીશોએ પ્રકારનું પગલું ભરવા મજબૂર બન્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી તા.૨૬મીએ યોજવાની છે સ્થાનિક રહીશો પોતાની માંગ બાબતેપોતાના કામ બાબતે ઉમેદવારોને પોતાના અધિકાર અને તેમને પાંચ વર્ષમાં પડેલી મુશ્કેલીનો સામનો કરવો પડેછે તે અંગે હવે આવા ઉઠાવવાના દિવસો મતદારોના છે તેમ કહીકામ નહીં તો વોટ નહીંના બેનરોલગાવવામાં આવી રહ્યા છે.

આવા એક બનાવમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ૬માં છેલ્લા પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાનાફાંફા પડતા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેવાયા હતા.

સ્થાનિકોની પાયાની મુખ્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ

આવા બેનરોમાં જરૂરી પ્રાથમિક કામ નહીં તો વોટ નહીંના બેનરો સાથે રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું શરૂકર્યું છે. પરિણામે સ્થાનિક વોર્ડના ઉમેદવારો અને તેમના કાર્યકરો દોડતા થઈ ગયા હતા.

વોર્ડ૬માં આવતા સુમેર ડુપ્લેક્સના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો વિસ્તારમાં લગાવાયાહતા. જેમાં જણાવ્યું હતું કે, જે તે વખતે અગાઉના કોર્પોરેટરો સ્થાનિકોની પાયાની મુખ્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડયા છે.

વારંવાર રજૂઆત છતાં પણ આંખ આડા કાન જે તે વખતના કોર્પોરેટરોએ કર્યા હતા. સ્થાનિક સુવિધાઓ આપવામાં પણ વામણા પુરવાર થયા હતા. જેથી વખતની પાલિકા ચૂંટણીમાંવિસ્તારના રહીશોએ પ્રકારનું પગલું ભરવા મજબૂર બન્યા હતા.

સ્થાનિક રહીશોના મતે કોર્પોરેટરો વિસ્તારમાં પાંચ વરસ દરમિયાન ક્યારેય ફરક્યા નથી કે કોઈપણ મુશ્કેલીમાંદેખાયા નથી. વારંવાર ધક્કા ખાવા છતાં પણ પ્રોપર્ટી કાર્ડ નહીં નીકળતા વિસ્તારના લોકો અવઢવમાં મુકાયાહતા અને સ્થાનિક કોર્પોરેટરોને જવાબદાર ગણ્યા હતા.

વિસ્તારમાં કાયમી ધોરણે પ્રાથમિક જરૂરિયાતનાસૌથી અગત્યના પાણી મુદ્દે ખૂબ ઓછા દબાણથી અને ગંદા પાણીની સમસ્યા દૂર કરી અને પ્રેશરથી પૂરતાપ્રમાણમાં પાણી આપવાની રહીશોએ કરેલી માંગ પણ જે તે વખતના સ્થાનિક કોર્પોરેટરોએ ધ્યાને લીધી નથી.

સ્વચ્છતાની વાતો પોકળ સાબિત કરીને વિસ્તારમાંથી ગંદકી પણ કર્મચારીઓ દ્વારા હટાવવામાં નિષ્ફળ રહ્યાહતા.

આવું ગંદકીનું સામ્રાજ્યથી દૂર કરી ગાર્ડનની અનામત ખુલ્લી જગ્યામાં ગાર્ડન બનાવવાની માંગ પણ પૂરી કરીશક્યા નથી. સોસાયટીમાં આવતા મુખ્ય દબાણો દૂર કરવા માટેની રહીશોએ કરેલી માંગ પણ કાગળ પર રહી ગઈ હતી. પરિણામે સ્થાનિકોએ ઇલેક્શન વોર્ડ નંબર માં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીં ના બેનરલગાવવા પડ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.