અમિત શાહે ટીએમસીના ગુંડાઓને આપી ધમકી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા, નહીં તો ઉલ્ટા લટકાવીને સીધા કરીશું

પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, હવે ૨૯ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થયું. આ વખતે મતદાને બધા રેકોર્ડ તોડ્યા છે કારણ કે ૯૨ ટકા આસપાસ મતદાન થયું છે. બંપર મતદાનથી ભાજપ ખુબ ઉત્સાહિત છે. મતોની ટકાવારીના વધારામાં જીત નજરે ચડી રહી છે. આ જ કારણ છે કે અમિત શાહના સૂરમાં પણ ધમકી રેલાઈ રહી છે.

એક રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે પહેલા ફેઝમાં દીદીના ગુંડાઓ ઘરની બહાર નીકળ્યા નથી. હું ગુંડાઓને કહું છું કે બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા નહીં તો ૪ મે  બાદ ઉલ્ટા લટકાવીને સીધા કરી દઈશું. અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીના પરિણામ ૪ મેના રોજ આવશે.

એક પણ ઘૂસણખોરને ઘૂસવા નહીં દેવાય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં મધ્યમગ્રામમાં એક રોડનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસની સરકારનું પતન નજીક છે. શાહે એક સજેલા વાહન પરથી જેસ્સોર રોડની બંને બાજુ ઊભેલા લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું. અનેક લોકોએ નારંગી અને કેસરી રંગના ફુગ્ગા તથા  કમળના ફૂલ પકડી રાખ્યા હતા.

પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભીડની તસવીર શેર કરતા અમિત શાહે કહ્યું કે મધ્યમગ્રામમાં રોડ શોમાં આ ભગવો રંગ  બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો આક્રોશ છે. બદલો છે. તૃણમૂલ કોંગ્રેસ જઈ રહી છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનો સૂરજ ડૂબી ગયો છે.

તમને જણાવી દઈએ કે મધ્યમગ્રામમાં બીજા તબક્કાના મતદાનમાં ૨૯ એપ્રિલના રોજ મત પડશે. મતગણતરી ૪થી મેના રોજ થશે. શાહે રોડશો દરમિયાન પત્રકારોને કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે તો એક પણ ઘૂસણખોરને ઘૂસવા નહીં દેવાય.

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે ૨૩ એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થયું જ્યાં ૧૫૨ સીટ પર મત પડ્યા. ચૂંટણી પંચ દ્વારા બહાર પડેલા આંકડા મુજબ ૯૨.૭૨ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન છૂટા છવાયા હિંસા, મતદારોને ડરાવવા ધમકાવાના અને ઉમેદવારો પર હુમલાની ઘટનાઓ જાેવા મળી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે આ આઝાદી બાદથી પશ્ચિમ બંગાળમાં નોંધાયેલું સૌથી વધુ મતદાન છે. પંચ દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં આ અગાઉ સૌથી વધુ મતદાન ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણી વખતે ૮૪.૭૨ ટકા થયું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.