Last Updated on by Sampurna Samachar
‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ તેની હોડમાં મિત્રોએ સગીરાઓની જિંદગી બરબાદ કરી
અમરાવતી શહેરના કટોરા નાકા વિસ્તારમાં આવેલું કમલ રેસીડન્સી એપાર્ટમેન્ટ આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના શાંત ગણાતા અમરાવતી શહેરમાં અત્યારે એક ભયાનક સન્નાટો છે. આ સન્નાટો કોઈ કુદરતી આફતનો નથી, પરંતુ એક એવા વાયરલ વીડિયોના વાવાઝોડાનો છે જેણે શહેરના અનેક પ્રતિષ્ઠિત પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. શહેરના કટોરા નાકા વિસ્તારમાં આવેલું કમલ રેસીડન્સી એપાર્ટમેન્ટ આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં જે ખેલ ખેલાયો, તેણે અમરાવતી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.કમલ રેસીડન્સી એક સામાન્ય રહેણાંક એપાર્ટમેન્ટ છે. અહીં મધ્યમવર્ગીય પરિવારો રહે છે. પરંતુ ત્રીજા માળના એક ફ્લેટે છેલ્લા કેટલાક સમયથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
“કોની પાસે કેટલી વધારે ગર્લફ્રેન્ડ છે?”
આ ફ્લેટના પાડોશમાં રહેતા શ્રીકાંત મક્કેશ્વર જણાવે છે કે, આ ફ્લેટમાં કોઈ પરિવાર રહેતો નહોતો. અહીં માત્ર યુવક-યુવતીઓની અવરજવર રહેતી હતી. ચોંકાવનારી વાત એ હતી કે અહીં આવતી મોટાભાગની યુવતીઓ કાં તો બુર્કામાં હોતી અથવા તો દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવીને આવતી હતી.
સોસાયટીના રહીશોએ ફ્લેટના માલિકને અનેકવાર ફરિયાદ કરી હતી કે અહીંનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. પરંતુ, માલિક અન્યત્ર રહેતા હોવાથી કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નહીં. આજે એ જ ફ્લેટ પર પોલીસનું તાળું છે, કારણ કે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મોટાભાગના વાંધાજનક વીડિયો આ જ ફ્લેટમાં શૂટ કરવામાં આવ્યા હતા.
આ કેસની સૌથી ચોંકાવનારી કડી બે પાકા મિત્રો અને તેમની વચ્ચેની હરીફાઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી અયાન અહેમદ અને તેનો મિત્ર ઉઝૈર ખાન વચ્ચે એક વિચિત્ર સ્પર્ધા ચાલતી હતી. આ સ્પર્ધા હતી “કોની પાસે કેટલી વધારે ગર્લફ્રેન્ડ છે?”
પોતાની મર્દાનગી અને લોકપ્રિયતા સાબિત કરવા માટે આ યુવકો પોતાની ગર્લફ્રેન્ડ્સ સાથેના અંગત પળોના વીડિયો ઉતારતા હતા. અયાનના આવા અંદાજે ૮ વીડિયો તેના જ મિત્ર ઉઝૈર પાસે હતા. બંને વચ્ચે મિત્રતા ગાઢ હતી, પણ તિરાડ ત્યારે પડી જ્યારે ઉઝૈરે અયાન પાસે કેટલાક પૈસા માંગ્યા. અયાને પૈસા આપવાની ના પાડી દીધી.
બસ, આ જ ઈનકારનો બદલો લેવા ઉઝૈરે અયાનના એ અંગત વીડિયો ટેલિગ્રામ ગ્રુપમાં વાયરલ કરી દીધા. બે જ દિવસમાં આ વીડિયો આખા અમરાવતીમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને સ્કેન્ડલનો પર્દાફાશ થયો.
આ ટીમમાં ૪૦ પોલીસકર્મીઓ છે, જેમાં બે મહિલા સ્ટાફનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ ૪ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૫ મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. સાયબર એક્સપર્ટ્સ આ ઉપકરણોની તપાસ કરી રહ્યા છે. જેથી ખબર પડી શકે કે આ રેકેટ કેટલું મોટું છે અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ છે.