Last Updated on by Sampurna Samachar
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો વળતો જવાબ
બે વર્ષ જુના પરિણામને લઇ થયુ રાજકારણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અખિલેશ યાદવે ગુજરાતની ૧૫૭ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ૧૦ મા ધોરણમાં પાસ ન હોવાના સમાચાર પર સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપ અને ગુજરાત મોડલ પર પ્રહારો કર્યા છે. તો કેજરીવાલે આ ટ્વીટને સમર્થન આપ્યું છે. ગુજરાત (GUJARAT) ને બદનામ કરવાનો મુદ્દો ઉછળતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેનો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યુ કે અખિલેશ યાદવે અમારી સહયોગી વેબસાઈટના જૂના આર્ટિકલના સ્ક્રીન શોટનો ઉપયોગ કરીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. અખિલેશ યાદવે એક સમાચાર શેર કરીને કહ્યું કે ગુજરાત મોડલ નિષ્ફળ ગયું છે, આના પર તેમને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું હતું. જોકે અખિલેશ યાદવે જેના પર પ્રહારો કર્યા છે તે પરિણામ ૨ વર્ષ જૂનું છે. જોકે, ગુજરાત મોડલ ફેલ ગયાની વાત ચર્ચામા આવતા જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.
ગુજરાતનુ ભાજપ મોડલ ફેલ ગયું
અખિલેશ યાદવે પોસ્ટમાં લખ્યું કે, ગુજરાત મોડલ જ ફેલ થયું છે… ગુજરાતની ૧૫૭ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ૧૦ માની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો નથી. અમે ભાજપને હટાવીશું અને ભવિષ્ય બચાવીશું! આ છે ગુજરાત મોડલ. આ ભાજપ મોડલ છે જેને તેઓ સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડલ છે. તેઓ સમગ્ર દેશને અભણ રાખવા માંગે છે. તમે મને એક એવું રાજ્ય કહો જ્યાં તેમની સરકાર છે અને તેમણે ત્યાં શિક્ષણને બગાડ્યું નથી. આ મોડલ હેઠળ તેઓ હવે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નકલી નેતાઓ એલર્ટ ! મેં આવા નકલી અને કપટી નેતાઓ ક્યારેય જોયા નથી. ગુજરાત બોર્ડના પરિણામો હજુ જાહેર થયા નથી, પરંતુ અખિલેશ યાદવ અને તેમના સહયોગી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યા છે. આ ખોટી માહિતી ફેલાવવાનો અને જાહેર અભિપ્રાય સાથે ચેડાં કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ નેતાઓને બાળકોને તેમના ગંદા રાજકારણમાં ખેંચવાનો કોઈ અધિકાર નથી. વર્ષ ૨૦૨૩ માં ગુજરાતમાં ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે રાજ્યમાં ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ ની એકંદર પાસ ટકાવારી ૭૬ ટકા સાથે ૬૪.૬૨ ટકા હતી, જ્યારે દાહોદ માત્ર ૪ ૦.૭૫ ટકાના પાસ દર સાથે યાદીમાં સૌથી નીચે હતું.
જ્યારે ૧૫૭ શાળાઓમાં એક પણ બાળક પાસ થઈ શક્યું નથી. એક રિપોર્ટ અનુસાર, ૧૬૫૬૯૦ વિદ્યાર્થીઓ જેઓએ પુન: પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર ૨૭, ૪૪૬ જ પાસ થયા હતા. આ પરિણામને લઈને તે સમયે અનેક સવાલો ઉભા થયા હતા. બે વર્ષ બાદ આ પરિણામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જે ગુજરાત મોડલ પર સવાલો ઉભા કરી રહ્યા છે. ગુજરાત મોડલ બદનામ કરવાની વાત આવતા જ આ મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી ગઈ છે.