Last Updated on by Sampurna Samachar
મને ઉમેદવારી પાછી ખેંચવા ૨૫ લાખ ઓફર કરાયા
બીનાબહેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે લાલચ અનેદબાણનું રાજકારણ ગરમાયું છે. હાલમાં રામોલ હાથીજણ વૉર્ડથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબહેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

બીનાબહેનના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણીમાંથી ખસી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે ૨૫ લાખરૂપિયાની મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. જો કે આ તમામ આર્થિક પ્રલોભનો અને દબાણનેફગાવીને બીનાબહેને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ પૈસા માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સેવાનો ઉદ્દેશ્ય પૂરોકરવા માટે છે, અને તેઓ પોતાના ર્નિણય પર મક્કમ રહેશે.
હું પ્રજા માટે લડી રહી છું
મહત્ત્વનું છે કે, બીનાબહેન મોદીના આ આરોપ અંગે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલને પૂછવા ફોન કર્યા હતા, પણ તેમણે કોઈ જવાબ આપ્યા નહતા.
બીનાબહેન મોદીએ જણાવ્યું કે, મેં ગત ૧૧ તારીખે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારથી જ મારાઅંગત લોકો દ્વારા મને ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મને લાલચ આપીરહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો, તમારે જેટલી રકમ જોઈતી હશે એટલી અમે આપી દઈશું. ગઈકાલે તોઆખો દિવસ ફોન ચાલુ રહ્યા અને મારા ઓળખીતા લોકોને મારા ઘરે મોકલવાનું પણ ચાલુ રાખ્યું હતું.
જ્યારે મેંતપાસ કરી તો ખબર પડી કે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલે પોતે મને ફોન કર્યો હતો. જ્યારે ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે મને ૨૫ લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી કે હું ત્યાંન જાઉં અને મારું ફોર્મ પાછું ખેંચી લઉં.તમને વધુમાં જણાવ્યું કે, ‘હું પહેલાથી જ કોંગ્રેસ સાથે જોડાયેલી છું અનેક્યારેય ભાજપમાં ન હતી.
મને અત્યારે કોઈ ધમકી નથી આપવામાં આવી રહી, પણ વારંવાર પૈસાની લાલચઆપીને મને ચૂંટણીમાંથી બેસાડી દેવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ હું મારું ફોર્મ બિલકુલ પાછું નહીં ખેંચું, કારણ કે મેં આ ફોર્મ કંઈ પૈસા માટે નથી ભર્યું, હું પ્રજા માટે લડી રહી છું. મારો ઉદ્દેશ્ય જીતીને પણ પ્રજાના જકાર્યો કરવાનો છે, મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા.
આમ, ગમે તેટલી લાલચ આપવામાં આવે તો પણ હુંમારા ર્નિણય પર મક્કમ છું.‘ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આવી અનેક ઘટનાઓ બની છે જેમાં વિરોધ પક્ષનાઉમેદવારોને પૈસાની લાલચ કે ધાક ધમકી આપી બેસાડી દેવાના આરોપ લાગ્યા છે. એક તરફ આવી ઘટનાઓરાજકારણના નામે ખપાવી દેવામાં આવે છે.
બીજી તરફ સ્થાનિક ચૂંટણી સીધી લોકોના પ્રશ્નોને ઉજાગર કરતીહોય છે, મતદાર પોતાનું હિત જાેઈને મત આપતા હોય છે તેવામાં આ પ્રકારની ઘટના મતદાતાઓ પાસેથીવોટનો અધિકાર આડકતરી રીતે છીનવી રહી છે. હાલ ચૂંટણીમાં એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે કે સત્તાધારી પક્ષનોએવો પ્રયાસ છે કે ‘ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી‘