Last Updated on by Sampurna Samachar
NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ
એક NGO માં કામ કરતી ૪ યુવતીઓએ સંચાલક વિરુદ્ધ ધાર્મિક દબાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાસિક બાદ હવે નાગપુરમાંથી પણએક હચમચાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગપુરના મનકાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક NGO માં કામ કરતી ૪ યુવતીઓએ સંચાલક વિરુદ્ધ ધાર્મિક દબાણ, જાતીય શોષણ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી છે.

NGO ના વિરુદ્ધ અનેક યુવતીઓ સાથે જાતીય શોષણ, ધાર્મિક બળજબરી, બદનક્ષી અને સાયબર સ્ટોકિંગના આરોપસર FIR નોંધાયા બાદ શંકાના ઘેરામાં આવીગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, કેસ દાખલ થયા પછી તરત જ આરોપી રિયાઝ ફઝીલ કાઝીની ધરપકડકરવામાં આવી હતી.
જાતીય શોષણની ફરિયાદ નોંધાવીહતી
TCS નાસિક યુનિટમાં કથિત જાતીય અને ધાર્મિક ઉત્પીડન કેસ અને અમરાવતી જિલ્લાના પરતવાડામાં સેક્સકૌભાંડ પછી, આ કેસ ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય આતંકવાદ વિરોધી ટુકડી એ NGO ની પૃષ્ઠભૂમિ, નાણાકીય પગલાં અનેગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપવાના તેના કથિત મિશન ઉપરાંતના સંભવિત જોડાણોની સમાંતરતપાસ શરૂ કરી છે.
આરોપી રિયાઝ કાઝી, જે ફિક્ર ફાઉન્ડેશન અને યુનિવર્સલ મલ્ટીપરપઝ સોસાયટી નામનીસંસ્થાઓ ચલાવે છે, તેના પર ગંભીર આક્ષેપો થયા છે. પીડિત યુવતીઓના જણાવ્યા અનુસાર, રિયાઝ લાંબાસમયથી તેમની પર પોતાની ધાર્મિક વિચારધારા લાદવાનો પ્રયાસ કરતો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી યુવતીઓને ફરજિયાતપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા મજબૂર કરતો હતો. યુવતીઓને ઓફિસમાં નમાઝ પઢવા અને રોઝા રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. એકબીજાને મળતીવખતે અસલ્લા વાલિકુમ અને જતા વખતે ખુદા હાફિઝ કહીને અભિવાદન કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી.
જ્યારે યુવતીઓએ આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની અનેજાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધાર્મિક દબાણની સાથે આરોપી પર યુવતીઓના જાતીય શોષણઅને માનસિક પ્રતાડનાના પણ આરોપ છે.
પીડિતાઓએ જણાવ્યું કે, આરોપી તેમની અંગત જિંદગીમાં દખલકરતો હતો અને નકલી સોશિયલ મીડિયા આઈડી બનાવીને તેમને હેરાન કરતો હતો. મનકાપુર પોલીસ સ્ટેશનનાપીઆઈ હરીશ કલસેકરના નેતૃત્વમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રિયાઝ કાઝીની ધરપકડ કરીલીધી છે. કોર્ટે આરોપીને ૨૩ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
પોલીસ દ્વારા આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના આર્થિક વ્યવહારોની પણ તપાસ થઈરહી છે. પોલીસને આશંકા છે કે, અન્ય યુવતીઓ પણ આ સંચાલકનો શિકાર બની હોઈ શકે છે, તેથી પોલીસેઅન્ય પીડિતોને પણ આગળ આવવા અપીલ કરી છે.