Last Updated on by Sampurna Samachar
શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા ગટગટાવી
ધ્રોળ તાલુકાના લૈયારા ગામમાં એક વાડી માલિકે પોતાના શ્રમિકને પૂરતો ભાગ નહીં આપતાં શ્રમિકનો ઝેરી દવા પીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા એક શ્રમિક યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તેના વાડી માલિકે પુરતો ભાગ નહીં આપતાં મનમાં લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિજયભાઇ પરબતભાઇ દરબાર (ઉ.વ. ૩૨), ધંધો ખેતમજૂરી, હાલ રહે. રમેશભાઇની વાડી, લૈયારા ગામ, તા. ધ્રોલ, જી. જામનગર (મૂળ રહે. ધામની ગામ, તા. ગોધરા, જી. પંચમહાલ) દ્વારા ગઈકાલે બપોરે ધ્રોલ બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં ઝેરી જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શ્રમિકને જમીન વાવવાની બાબતે માલિક દ્વારા યોગ્ય હિસ્સો ન મળતા મનમાં દુખ લાગતાં આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાય છે. ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જાેગ અરજી દાખલ કરવામાં આવી છે. આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા તથા એ.એસ.આઇ. ડી.જે. ગાગીયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.