અભિનેત્રી દિશા પટણીની બહેન ખુશ્બુએ બાળકીનો જીવ મચાવ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વ્યસનીએ ખંડેરમાં ફેંકી દીધેલી આઠ મહિનાની બાળકી

બાળકીને જોઇ તેની માતા થઇ ગઇ ખુશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણીની બહેન ખુશ્બુનો હાલ માનવતા મહેકાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઘટના એમ છે કે મુંબઇમાં બરેલી જંકશન પર વ્યસનીને બાળકી સોંપીને દૂધ લેવા ગયેલી માતા જ્યારે જલ્દી પરત ન ફરી તો વ્યસની બાળકીને ઉઠાવી ગયો અને પછી તેણે બાળકીને પોલીસ લાઈનના ખંડેરમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને અભિનેત્રી દિશા પટણીની મેજર બહેન ખુશ્બુ પટણીએ આ બાળકીનો જીવ બચાવ્યો હતો.

જ્યાં ખુશ્બુ અને તેની માતાએ બાળકીની સંભાળ રાખી હતી. પોલીસે સાંજ સુધીમાં બાળકીની માતાને શોધી કાઢી. આ દરમિયાન GRP ની ભૂમિકા નિરાશાજનક રહી હતી. બીજી તરફ માનવતા મહેંકાવવા બદલ હવે સોશિયલ મીડિયા પર ખુશ્બુ પટણીના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

માતાએ બાળકીને એક અજાણ્યા વ્યક્તિને સોંપી

મળતી માહિતી અનુસાર બિહારના મધુબની જિલ્લાની રહેવાસી ગુફરાન નામની મહિલાના લગ્ન બદાયૂં જિલ્લાના બિનાવરમાં અહિરવાડામાં થયા હતા. ગુફરાન તેની આઠ મહિનાની પુત્રી ઈનાયત સાથે ટ્રેન દ્વારા બરેલી આવી હતી. સવારે લગભગ ૭:૦૦ વાગ્યે ગુફરાન જંક્શન પર ઉતરી. અહીંથી તેને બિહારમાં તેની માતાના ઘરે જવા માટે બીજી ટ્રેન પકડવાની હતી.

આ દરમિયાન છોકરીને ભૂખ લાગી તેથી ગુફરાને તેને જંકશન પર બેઠેલા એક નશામાં ધૂત યુવાનને સોંપી દીધી અને થોડી વાર પછી પાછી આવીશ એમ કહીને જતી રહી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વ્યસની લગભગ અડધો કલાક બાળકીને લઈને બેસી રહ્યો. ત્યારબાદ જ્યારે બાળકીની માતા વહેલી ન આવી તો તે બાળકીને લઈને રેલવે લાઈન કિનારે જતો રહ્યો અને પછી તેણે ચૌપુલા નજીક જૂની પોલીસ લાઈનના ખંડેર ક્વાર્ટરમાં બાળકીને ફેંકી દીધી.

બરેલી પોલીસના નિવૃત્ત CO જગદીશ પટણી (અભિનેત્રી દિશા પટણીના પિતા) નું નિવાસસ્થાન જૂની પોલીસ લાઈનની દિવાલને અડીને આવેલું છે. જ્યાં તેમની પત્ની પદ્મા પટણી ઘરની સફાઈ કરી રહી હતી. જ્યારે તેણે બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે તેની પુત્રી ખુશ્બુ પટણીને તેની જાણ કરી.

ખુશ્બુ જે આર્મીમાં મેજરના પદ પરથી લઈને લગભગ એક વર્ષથી પોતાના માતા-પિતા સાથે રહેતી હતી, તે તરત જ દિવાલ કૂદી ગઈ અને બીજી બાજુ ગઈ અને ખંડેરમાં બાળકીને રડતી જોઈ હતી. પછી તેણે ફોન કરીને પોતાની માતાને બોલાવી. બાળકી ઈનાયત જ્યારે ક્વાર્ટરમાં મળી આવી ત્યારે તે કાદવથી લથપથ હતી. ખુશ્બુ તેને ઉપાડીને ઘરે લઈ આવી. અહીં ખુશ્બુ અને તેની માતાએ બાળકીને નવડાવી અને તેને દૂધ પીવડાવ્યું.

જ્યારે બાળકીને થોડો આરામ મળ્યો ત્યારે ખુશ્બુએ ફાર્મ હાઉસથી પોતાના પિતા જગદીશ પટણીને ફોન કર્યો. તેમણે CO પંકજ શ્રીવાસ્તવને જાણ કરી અને પછી બાળકીને ચાઇલ્ડ લાઈનની દેખરેખ હેઠળ જિલ્લા હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદ કોતવાલી પોલીસે માઈકથી બાળકી અંગે માહિતી પ્રસારિત કરવાનું શરૂ કર્યું. આ પહેલા ખુશ્બુ બજારમાં ગઈ અને બાળકી માટે કપડાં ખરીદી લાવી અને તેને પહેરાવ્યા.

બાળકીને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ કોતવાલી પોલીસે નજીકના CCTV  કેમેરાની તલાશ શરૂ કરી. આ દરમિયાન ખુશ્બુ પણ સાથે જ રહી હતી. બીજી તરફ છોકરીની માતા ગુફરાન જંકશન પર ભટકતી રહી પરંતુ GRP કે RPF બંનેએ તેની કોઈ નોંધ ન લીધી. થાકી હારીને જ્યારે મહિલા કોતવાલી આવી ત્યારે તેને બાળકી બતાવીને ઓળખ કરાવી.

ગુફરાન પોતાની બાળકીને જોઈને ખુશીથી નાચી ઉઠી હતી. બાળકી પણ માતાને જોઈને ઝૂમી ઉઠી. ત્યારબાદ ચાઇલ્ડ લાઈન તરફથી બાળકીને તેની માતાને યોગ્ય રીતે સોંપવા માટે પ્રયાસો શરૂ કરાયા. આ મામલે બાળરોગ નિષ્ણાત ડૉ. સંદીપ ગુપ્તાએ જણાવ્યું કે, ‘બાળકીને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેનું ચેકઅપ થયું. તેની હાલત સારી છે. તેના શરીર પર કંઈ ખાસ ઈજા કે ઘા નથી. ચાઈલ્ડ લાઇન ટીમ બપોરે લગભગ ત્રણ વાગ્યે તેને લઈ ગઈ હતી.‘

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.