૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ કાર્યવાહી કરાઈ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBI દ્વારા મોટી કાર્યવાહી

આ ર્નિણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૨૪ એપ્રિલ ૨૦૨૬ રોજ એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયું છે.

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ર્નિણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. RBI એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, ૨૪ એપ્રિલના રોજ કામકાજના કલાકો પૂરા થયા બાદથી આ આદેશ અમલી બની ગયો છે.

બેંકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય

RBIના જણાવ્યા અનુસાર, પેટીએમ પેમેન્ટ્સ બેંક સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તેની કામગીરી કરવાની રીત ગ્રાહકો તથા થાપણદારોના હિતમાં નહોતી. બેંકના મેનેજમેન્ટ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે બેંકને વધુ સમય આપવો એ જાહેર હિતમાં નથી, કારણ કે તે લાયસન્સ માટેની જરૂરી શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ લાયસન્સ રદ થયા બાદ હવે RBI  હાઈકોર્ટમાં અરજી કરશે જેથી બેંકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

ગ્રાહકો માટે રાહતના સમાચાર આપતા RBI એ જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે પૂરતી લિક્વિડિટી (નાણાં) ઉપલબ્ધ છે, જેથી તે તેના તમામ થાપણદારોના પૈસા પરત કરી શકશે. એટલે કે, જે લોકોના પૈસા બેંકમાં જમા છે, તેઓને ચિંતા કરવાની જરૂર નથી; બેંક બંધ કરવાની પ્રક્રિયા દરમિયાન તેમના નાણાં પરત કરવાની ખાતરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મુશ્કેલીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. માર્ચ ૨૦૨૨માં RBI એ બેંકને નવા ગ્રાહકો જોડતા અટકાવી હતી. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૪માં પણ તેના વોલેટ અને ડિપોઝિટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આખરે, લાંબા સમયથી ચાલી રહેલી અનિયમિતતાઓને કારણે આજે બેંકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. આ ર્નિણયથી ભારતીય ફિનટેક સેક્ટરમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.