Last Updated on by Sampurna Samachar
સુરતમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ
પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપી બાળકી સાથે જતો દેખાયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ચકચાર મચાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી માતાના પડખામાંથી માત્ર ૩ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. આઘટનાએ શહેરમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે.

આ ઘટના રાત્રે લગભગ ૯:૦૦ વાગ્યાના અરસામાં બનીહતી. બાળકી તેની માતા સાથે બ્રિજ નીચે આવેલા શૌચાલય પાસેના ફૂટપાથ પર સૂઈ રહી હતી. અહીં લગભગ૫૦ જેટલા ઘર વિહોણા લોકો રહેતા હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આશરે ૩૦ વર્ષનો એક શખ્સ મજૂર જેવા વેશમાં આવીને બાળકીનું અપહરણ કરી ભાગી ગયો હતો.
મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતી ટ્રેનમાં સવાર થયો
માતાનેઘટનાની ખબર પડતાં જ ચીસોચીસ મચી ગઈ હતી.પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપી બાળકી સાથે જતો દેખાયો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચીગયો હતો. સીસીટીવી ટ્રેકિંગ મુજબ, આરોપી બાળકી સાથે ટ્રેનમાં બેસી ગયો હોવાની માહિતી મળી છે. આશંકા છે કે તે મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતી ટ્રેનમાં સવાર થયો હતો.
પોલીસને શંકા છે કે આ અપહરણ પૂર્વનિયોજિત હોઈ શકે છે. કારણ કે આરોપી સીધો ઘટનાસ્થળેથી સ્ટેશનતરફ જતો દેખાયો છે, જે સૂચવે છે કે તેને પહેલાથી જ ભાગવાની યોજના બનાવી હતી.
માહિતી મુજબ, બાળકીની માતા થોડા દિવસ પહેલા જ સુરત આવી હતી. વ્યક્તિગત વિવાદને કારણે તે અહીંઆવી હોવાનું કહેવાય છે. પરંતુ આ ઘટના પછી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના શહેરમાંફૂટપાથ પર રહેતા લોકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને નાનકડા બાળકો માટે સુરક્ષાવ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.