Last Updated on by Sampurna Samachar
સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત થયું
ઝેરી અસર વધુ હોવાને કારણે સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચારમચી છે.પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું, જે બાદ સારવારદરમિયાન તેનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, સુરતની સચિન પોલીસે વાહન ચોરીના એક ગુનામાં તપાસ હાથ ધરી હતી. ટેકનિકલસર્વેલન્સ અને પુરાવાના આધારે આ કેસમાં સંડોવાયેલા એક શંકાસ્પદ આરોપીને પોલીસની ટીમ ગોધરાથીપકડીને સુરત લાવી હતી. પોલીસ સ્ટેશનમાં ડી–સ્ટાફની કેબિનમાં તેની પૂછપરછ ચાલી રહી હતી.
ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓને કુદરતી હાજતે જવાનું કહ્યું હતું. આરોપી ડી–સ્ટાફનીકેબિનમાં આવેલા શૌચાલયમાં ગયો હતો, જ્યાં તેણે ત્યાં પડેલું શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું. આરોપીની હાલત લથડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઝેરી અસર વધુ હોવાને કારણે સારવારકારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના પગલે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનમાં સુરક્ષા અનેતકેદારીમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.