Last Updated on by Sampurna Samachar
જામનગરમાં પોલીસ સામે દાદાગીરી કરનારા શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ
અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જળવાઈ રહે, સુરક્ષાની ભાવના મજબૂત થાય તેહેતુથી કાર્યવાહી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં પોલીસ પર રોફ જમાવવાની કોશિશ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંછે. બે દિવસ પહેલા પોલીસને ધારદાર હથિયાર બતાવી ભય ફેલાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાંવાયરલ થયો હતો.

આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને દબોચી લીધાહતા અને આજે તેમનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ડર શું હોય છે તેનો પરચો આપ્યો હતો.
પોલીસ સામે હાથ જોડીને માફી માંગી
જામનગર સિટી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં પોલીસ કાફલાએ આરોપીઓને દિગજામ સર્કલ પાસે તેજ સ્થળે લઈ જઈને સરઘસ કાઢ્યું હતું, જ્યાં તેમણે પોલીસ અને જનતામાં ભય ફેલાવ્યો હતો. જે સ્થળે આરોપીઓએ હથિયારો બતાવ્યા હતા,ત્યાં જ પોલીસે તેમને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ લાચાર દેખાયા હતા અને તેમણે પોલીસ સામે હાથ જોડીને માફી માંગી હતી.
પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે શહેરના ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અસામાજિક તત્વોમાંપોલીસનો ડર જળવાઈ રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હેતુથી આ કાર્યવાહીકરવામાં આવી હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસાકરી છે.