Last Updated on by Sampurna Samachar
રાજસ્થાનના બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠાના પોશીના તાલુકામાં સિમેટ મિક્સર વાહન પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતી. બનાવમાં બે શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા તો એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પોશીના તાલુકાના સાલેરા ગામે નાળાના બાંધકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સિમેન્ટનો માલ બનાવવા માટેનું કોંક્રીટ મિક્સર વાહન પલટી જતાં કેટલાક શ્રમિકો તેના નીચે દબાઈ ગયા હતા. જેમાં રાજસ્થાનના બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ભારે નાસભાગ અને અફરાતફરી મચી
ભારેભરખમ વાહન પલટી મારી જતા ઘટનાસ્થળે શ્રમિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકને ગંભીર ઇજા પહોંચતા હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો.