Last Updated on by Sampurna Samachar
Contents
નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસે વાહનોને અડફેટે લીધા
અનેક વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નારણપુરા ક્રોસિંગ પાસે અકસ્મા સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી AMTS બસની અચાનક બ્રેક ફેલ થઈ જતા બસ બેકાબૂ બની હતી અને રસ્તા પર પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા.

મળતી માહિતી મુજબ AMTS બસે સામે આવી રહેલી એક કાર અને ત્રણ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફંગોળાઈને સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે રોડ પર વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
અકસ્માતથી ટ્રાફિક જામ થયો હતો
આ અકસ્માત અત્યંત ગંભીર હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વાહનચાલકોનો આબાદ બચાવ થયો છે. જોકે, વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ નારણપુરા ક્રોસિંગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.