કાર્યવાહી કરવા માટે ACB એક્શનમાં આવી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રેલવેનો ચીફ ક્લાર્ક માત્ર ૧૦૦ રૂપિયાની લાંચ લેતા  ઝડપાયો

ટિકિટ ઇસ્યુ કરતી વખતે મુસાફરો પાસેથી કાયદેસરના ભાડા ઉપરાંત વધારાના રૂપિયા લેતા ચીફ ક્લાર્ક ઝડપાઈ ગયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં લાંચિયા બાબુઓ અને કર્મચારીઓને ઝડપી લેવા માટે લાંચ રુશ્વત બ્યુરો સક્રિય છે. રાજ્યમાંછાશવારે લાંચના કેસમાં અધિકારીઓ ઝડપાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એસીબીએ ટ્રેપ ગોઠવીને ચીફ ક્લાર્કને માત્ર ૧૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

ટિકિટ ઇસ્યુ કરતીવખતે મુસાફરો પાસેથી કાયદેસરના ભાડા ઉપરાંત વધારાના રૂપિયા લેતા ચીફ ક્લાર્ક ઝડપાઈ ગયોહતો.અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે અન્ય રાજ્યમાં જતાં પેસેન્જરો પાસે ટીકીટ ઇસ્યુ કરનાર રેલ્વેના કર્મચારી દ્વારા ટીકીટના કાયદેસરના પૈસા સિવાય બીજા વધારાના રૂ.૧૦થી ૫૦૦ સુધીની ટિકિટ દીઠ લાંચનીમાંગણી કરી પેસેન્જરોને ખોટી રીતે હેરાનપરેશાન કરી પેસેન્જરો પાસેથી ટીકીટની રકમ કરતા વધારાની લાંચની માગણી.

 ચોકકસ અને આધારભુત માહિતી મળતા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ACB એક્શનમાં આવી હતી.ડીકોય લાંચના છટકાનું આયોજન કરીને ડીકોયરના સહકારથી અમદાવાદ કાલુપુર રેલ્વેસ્ટેશન ખાતે ગોઠવેલ ડીકોય લાંચના છટકામાં કાલુપુર રેલ્વે સ્ટેશનની બુકીંગ વિન્ડો ખાતે ફરજ બજાવતાશીવકુમાર ગયાપ્રસાદ યાદવ ચીફ કોમર્શીયલ ક્લાર્ક ડીકોયરની કાયદેસરની ટીકીટના રૂપિયા ઉપરાંતવધારાના ૧૦૦ની લાંચ સ્વરૂપે માંગણી કરી હતી. ત્યાર બાદ રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇને ગુનોકર્યો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.