Last Updated on by Sampurna Samachar
દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે માસૂમ બાળકોની હત્યા કરી પોતે ઝેર પીધુ
ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એકપોલીસકર્મીની પત્નીએ પોતાના જ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યોછે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, દાહોદ એ–ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની પત્નીએપોતાના ૭ વર્ષ અને ૩ વર્ષના બે પુત્રોને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીવડાવી દીધી હતી. બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા બાદ મહિલાએ પોતે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિકદાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ બી–ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયોહતો. પોલીસકર્મીના ઘરમાં જ સર્જાયેલી આ કરૂણ ઘટના પાછળ કયું પારિવારિક કારણ કે માનસિક તણાવ જવાબદાર છે, તે દિશામાં પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે. બે માસૂમ જીવના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનુંમોજું ફરી વળ્યું છે.