Last Updated on by Sampurna Samachar
રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
મતદારોને ડરાવવા–ધમકાવવા માટે બાઈકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઈક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીયઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શકમતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ–વ્હીલર (બાઈક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધોલાદવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ ૧૫૨ વિધાનસભા બેઠકો પર રાત્રે ૬ વાગ્યાથીસવારના ૬ વાગ્યા સુધી બાઈક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમ મંગળવારથીજ અમલી બની ગયો છે અને ૨૩ એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.
પોલીસ સ્ટેશન પાસેથી લેખિત મંજૂરી લેવી ફરજિયાત
ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા–ધમકાવવા માટે બાઈકનો ઉપયોગ ન થાય તેહેતુથી બાઈક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પંચનું માનવું છે કે, આવી રેલીઓ અવારનવાર હિંસા અને તણાવનું કારણ બને છે.
સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન પણ નિયમો કડક રહેશે. બાઈક પર પાછળની સીટ પર બેસીનેસવારી કરવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે એક બાઇક એક જ વ્યક્તિ. મેડિકલ ઈમરજન્સી, શાળાએ જતાબાળકો અને અનિવાર્ય કૌટુંબિક કાર્યો માટે જ પાછળ બેસવાની મંજૂરી મળશે.
૨૩ એપ્રિલના રોજ મતદાન કરવાજવા માટે પરિવારના સભ્યોને પાછળ બેસાડવાની છૂટ આપવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી કે અન્ય જરૂરીકામ માટે જો છૂટછાટ જોઈતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીકરાવવા માટે પંચ કટિબદ્ધ છે. આ પ્રતિબંધો મતદારો માટે ભયમુક્ત અને શાંત વાતાવરણ પૂરું પાડવા માટેલગાવવામાં આવી છે. નાગરિકોને અપીલ છે કે, ચૂંટણી પંચના ર્નિણયને લાગુ કરવામાં સહયોગ કરે.