Last Updated on by Sampurna Samachar
સુરતમાં જિમ ટ્રેનર દ્વારા મહિલાને પ્રેમજાળમાં ફસાવી
સમગ્ર મામલે સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એ ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડકરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ફરી એક વખત વિશ્વાસઘાત અને બ્લેકમેઇલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાંજિમ ટ્રેનર દ્વારા મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પરિવારને આર્થિક અને માનસિક રીતે ત્રાસ આપવાનો ગંભીરગુનો નોંધાયો છે. સમગ્ર મામલે સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપએ ઝડપી કાર્યવાહીકરીને આરોપીની ધરપકડ કરી છે.

પાલ વિસ્તારમાં રહેતી એક આધેડ મહિલા, જે પહેલા સિટીલાઇટ વિસ્તારમાં આવેલી જિમમાં જતી હતી, ત્યાંનાટ્રેનર શબ્બીર અસગરભાઈ ટૂંકવાલા (ઉ.વ. ૪૨)એ મહિલાને જિમ એક્ટિવિટી દરમિયાન નજીકતા વધારીનેપોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ મહિલાને લોભ–લાલચ આપી અને સંબંધોને આગળ વધાર્યા હતા.
રૂ. ૫ લાખની ખંડણી માગી
પરંતુ જ્યારે મહિલાના પતિને આ અંગે જાણ થઈ અને તેણે પોતાનું લગ્નજીવન બચાવવા માટે આરોપીનો સંપર્કકર્યો, ત્યારે ટ્રેનરે બ્લેકમેઇલિંગનો રસ્તો અપનાવ્યો. મહિલાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી, સમાજમાં બદનામી કરવાની ભીતિ ઊભી કરી અને રૂ. ૫ લાખની ખંડણી માગી હતી.
આરોપી દ્વારા વારંવાર જાનથી મારી નાંખવાની અને ફોટા–વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાંઆવતાં, ગભરાયેલા પતિએ પહેલા તબક્કે રૂ. ૫૦,૦૦૦ આપી દીધા હતા. છતાં આરોપી દ્વારા સતત દબાણઅને ધમકી ચાલુ જ રાખવામાં આવી હતી.
આ સમગ્ર મામલો બહાર આવતાં જ પીડિતે સંપર્ક કર્યો હતો. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાંઆવી. પાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) હેઠળ ગુનો નોંધાયા બાદ ર્જીંય્ ટીમે ગણતરીનાકલાકોમાં જ આરોપી શબ્બીર ટૂંકવાલાને ઝડપી પાડી લીધો. હાલ આરોપીને આગળની તપાસ માટે પાલપોલીસને સોંપવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, થોડા સમય પહેલા જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળશહેરના તમામ જીમ ટ્રેનરો અને સંચાલકોને મીટિંગ બોલાવી ખાસ ચેતવણી આપવામાં આવી હતી કે મહિલાઓસાથે નજીકતા કેળવીને તેમને પ્રેમજાળમાં ફસાવવાની પ્રવૃત્તિ સહન નહીં કરવામાં આવે. છતાં આ પ્રકારનોકિસ્સો સામે આવતાં પોલીસ પણ ચિંતિત બની છે.