કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

તાપીના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

રાજ્યમાં આકરા તડકા વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં મતદાન દરમિયાન બબાલ થઇ હોવાની ઘટના સામે આવી હતી. કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ હતી. અહીં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ છે. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બની છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી જતાં બબાલ થઈ હતી. પોલીસે તમામ કાર્યકર્તાઓને બુથ મથકથી હટાવ્યા હતા.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે.

કુલ બેઠકોમાંથી ૭૩૧ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ

આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કુલ બેઠકોમાંથી ૭૩૧ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની ૯,૩૦૮ બેઠકો માટે સીધી ટક્કર જોવા મળશે. આ બેઠકો માટે કુલ ૨૫,૫૫૧ ઉમેદવારો મેદાનમાં છે, જે પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે.

મતદારોને ર્નિભયતાપૂર્વક તથા મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરાઇ હતી. સવારે ૭ વાગ્યાથી મતદાન કરવામાં આવી રહ્યું હતું અને સાંજ સુધી ચાલુ રહ્યું હતું. હવે સૌની નજર મતદાન પર કેન્દ્રિત થઈ છે, જ્યાં લોકશાહીના આ મહાપર્વમાં જનતા પોતાનો અંતિમ ર્નિણય આપશે. મતદારોને સુવિધા મળી રહે તે માટે રાજ્યભરમાં કુલ ૪૯,૫૯૧ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા હતા.

દરેક મથક પર જરૂરી સુવિધાઓ સાથે સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઘણા રાજકીય વિશ્લેષકો તેને વિધાનસભાની ‘સેમી ફાઈનલ’ તરીકે જાેઈ રહ્યા છે, કારણ કે આ પરિણામો આગામી રાજકીય દિશાને અસર કરી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.