ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જમાઈએ પત્ની-સાસુની ગળું કાપીને ખેલ્યો લોહિયાળ જંગ

આ હુમલામાં સસરા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

નગરા પોલીસ સ્ટેશન વિસ્તારના બછઈપુર ગામમાં આ સનસનાટીભરી ઘટના બની હતી. આરોપી જમાઈ અમિત ગુપ્તાએ રાત્રિના સમયે સસરાના ઘરમાં ઘૂસીને ભારે તાંડવ મચાવ્યું હતું.

તેણે પત્ની પ્રીતિ અને સાસુ સુશીલા દેવીની હત્યા કરી નાખી, જ્યારે વચ્ચે બચાવ કરવા આવેલા સસરા અંતુ ગુપ્તા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. અંતુ ગુપ્તાની હાલત ગંભીર હોવાથી તેમને વારાણસી રેફર કરવામાં આવ્યા છે.

પ્રીતિ અને અમિતના ૨૦૨૨માં પ્રેમ લગ્ન થયા હતા

મળતી માહિતી મુજબ અમિત ગુપ્તા તરીકે ઓળખાતા આરોપીએ તેની પત્ની પ્રીતિ અને સાસુ સુશીલા દેવીની ક્રૂરતાથી હત્યા કરી હતી. તેણે દરમિયાનગીરી કરવા આવેલા તેના સસરા અંતુ ગુપ્તા પર પણ હુમલો કર્યો હતો અને ગંભીર હાલતમાં તેમને વારાણસી રિફર કરવામાં આવ્યા હતા. પ્રીતિ અને અમિતના ૨૦૨૨માં પ્રેમ લગ્ન થયા હતા.

શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ સમય જતાં તેમના સંબંધોમાં તિરાડ વધતી ગઈ. પરિવારના સભ્યોનો આરોપ છે કે લગ્ન પછી પણ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો અને પરિસ્થિતિ બગડતી રહી.

પ્રીતિ છેલ્લા ૧૦ દિવસથી તેના પિયરમાં રહેતી હતી. ગઈકાલે રાત્રે આરોપી અમિત અચાનક ત્યાં પહોંચ્યો અને સીધો જ રૂમમાં ઘૂસી ગયો હતો. તે પત્ની પાસેથી બાળકને છીનવવાનો પ્રયાસ કરવા લાગ્યો. જ્યારે પ્રીતિએ તેનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા અમિતે ચાકુથી તેના પર ઉપરાછાપરી હુમલો કરી દીધો.

બૂમાબૂમ સાંભળીને જ્યારે સાસુ અને સસરા તેને બચાવવા દોડી આવ્યા, ત્યારે આ માથાફરેલા શખ્સે તેમના પર પણ હુમલો કર્યો. આ હુમલામાં પત્ની પ્રીતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે અને સાસુ સુશીલા દેવીનું પણ ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે સસરા અંતુ ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને અંજામ આપનાર આરોપી ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. મૃતકની બહેને આક્ષેપ કર્યો છે કે અમિત અગાઉ પણ પ્રીતિ સાથે મારપીટ કરતો હતો. હાલમાં પોલીસ ફરાર આરોપી અમિતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

 મૃતકના પરિવારનો આરોપ છે કે લગ્ન પછી અમિત પ્રીતિને ઘરે લઈ જવાને બદલે બીજે ક્યાંક લઈ ગયો અને તેના પર હુમલો કર્યો. પ્રીતિ છેલ્લા ૧૦ દિવસથી તેના માતાપિતાના ઘરે રહેતી હતી. મૃતકની બહેને જણાવ્યું કે અમિત ગઈકાલે રાત્રે ચોરીછૂપીથી તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો.

તેણે તેની પત્નીના રૂમમાં ઘૂસીને બાળકને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પ્રીતિએ પ્રતિકાર કર્યો ત્યારે અમિતે તેના પર છરીથી હુમલો કર્યો. જ્યારે તેની માતા અને પિતા તેની ચીસો સાંભળીને તેને બચાવવા આવ્યા, ત્યારે પાગલ વ્યક્તિએ તેમને પણ છોડ્યા નહીં. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ફરાર આરોપીની શોધ શરૂ કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.