Last Updated on by Sampurna Samachar
વેવ સિટી પાસે અકસ્માતમાં ગયો યુવતીનો જીવ, યુવકની હાલત ગંભીર
ઇકરા અને હાશિમ બંને ગાઝિયાબાદના પાસૌંડા વિસ્તારના રહેવાસી હતા : ઇકરા સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહીહતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વીડિયો રીલ બનાવવાના ચક્કરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. શનિવારે રાત્રે વેવ સિટી વિસ્તારમાં આવેલા કોલેજ ફ્લાયઓવર પાસે ફુલ સ્પીડમાં બાઈક ચલાવતીવખતે ૧૯ વર્ષીય યુવતીનું મોત થયું છે. જ્યારે તેની પાછળ બેઠેલો ૨૦ વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઇકરા અને હાશિમ બંને ગાઝિયાબાદના પાસૌંડા વિસ્તારના રહેવાસી હતા. ઇકરા સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહી હતી, જ્યારે હાશિમ પાછળની સીટ પર બેસીને મોબાઈલથી વીડિયો રેકોર્ડકરી રહ્યો હતો. બંનેમાંથી કોઈએ હેલ્મેટ પહેર્યું ન હતું. બાઇકની સ્પીડ વધારે હોવાથી બાઇકનું બેલેન્સ બગડ્યું અને તે રોડ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ.
મોડી સાંજ સુધી તે પરત ન આવતાં પરિવારે તેની શોધ શરૂ કરી
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવક અને યુવતી ઘણા ફૂટ દૂર સુધી ફેંકાઈ ગયા હતા. જે બાદરાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેને નજીકની ખનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ઇકરાને મૃત જાહેર કરી હતી, જ્યારે હાશિમનીહાલત હજુ પણ ગંભીર છે અને તેની સારવાર ચાલુ છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઇકરા શનિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે બજારમાં જઈ રહી છે. મોડી સાંજ સુધી તે પરત ન આવતાં પરિવારે તેની શોધ શરૂ કરી, પરંતુ કોઈ પત્તોન લાગ્યો. આ જ વિસ્તારમાં રહેતો હાશિમ પણ પોતાની સ્પોર્ટ્સ બાઈક લઈને ઘરેથી ગુમ થઈ ગયો હતો. બંનેપાડોશી હોવાથી પરિવારોમાં ચિંતાનું વાતાવરણ હતું, પરંતુ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
રવિવારે સવારે ૪ વાગ્યે પોલીસને કોલેજ ફ્લાયઓવર પાસે અકસ્માતની જાણ થઈ હતી. એસીપી વેવ સિટી પ્રિયશ્રી પાલે જણાવ્યું કે, ઘટનાસ્થળે પહોંચતાં પોલીસને બંને યુવક–યુવતી ઈજાગ્રસ્તહાલતમાં મળ્યા હતા. યુવતીને માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ હતી, જ્યારે યુવકને પગ, કમર અનેખભામાં ઇજાઓ થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇકરા નામની ૧૯ વર્ષીય યુવતી રીલ બનાવવા માટે ફૂલસ્પીડમાં બાઇક ચલાવી રહી હતી, જ્યારે હાશિમ નામનો ૨૦ વર્ષીય યુવક પાછળ બેસીને તેનો વીડિયો શૂટ કરીરહ્યો હતો. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બાઈક ફુલ સ્પીડમાં જતી દેખાય છે. હાલમાંકોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસે જણાવ્યું છે કે ફરિયાદ મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાંઆવશે.