Last Updated on by Sampurna Samachar
SIR ને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે માન્યતા આપવાનો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે માન્યતા આપવાનો આદેશ આપ્યો છે. આનાથી બિહારના લાખો મતદારોને ફાયદો થશે, જેઓ મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડને ઓળખ ન હોવાને કારણે મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા માટે પોતાના જૂના દસ્તાવેજો બતાવી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તેના અધિકારીઓને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવા સૂચનાઓ જાહેર કરવા જણાવ્યું છે.

બિહાર SIR પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, SIR પ્રક્રિયામાં મતદારોને સામેલ કરવા માટે ઓળખના હેતુ માટે આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે. અધિકારીઓને આધાર કાર્ડની પ્રામાણિકતા અને વાસ્તવિકતાની પુષ્ટિ કરવાનો અધિકાર રહેશે. તેને નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં.
મોટી સંખ્યામાં લોકોને ખોટી રીતે બાકાત રખાયા
સુપ્રીમ કોર્ટે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં મતદાર ઓળખ માટે આધારને દસ્તાવેજ તરીકે સ્વીકારવા પર વિચાર કરવા ચૂંટણી પંચને કહ્યું, અને સ્પષ્ટ કર્યું કે, તે કોઈ નાગરિકતાનો પુરાવો નથી. ચૂંટણી પંચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, “૭.૨૪ કરોડમાંથી ૯૯.૬ ટકા લોકોએ દસ્તાવેજો સબમિટ કરી દીધા છે. આ અગાઉના આદેશમાં, ૬૫ લાખ લોકો માટે આધારને મંજૂરી આપવામાં આવી હતી. ”
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, કોઈ પણ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને મંજૂરી આપવાનું આપી રહ્યા નથી, અમે જાણીએ છીએ કે, આધાર ઓળખનો પુરાવો છે, નાગરિકતાનો નહીં. ધારો કે તે બારમો દસ્તાવેજ છે, તો તેમાં શું સમસ્યા છે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુધારેલી મતદાર યાદી પ્રક્રિયામાં સમાવિષ્ટ અથવા બાકાત કરાયેલા લોકોની ઓળખ સ્થાપિત કરવાના હેતુથી, આધાર અધિનિયમ ૨૦૧૬ હેઠળ જાહેર કરાયેલ આધાર કાર્ડ સ્વીકારવામાં આવશે અને તેને ૧૨મો દસ્તાવેજ માનવામાં આવશે. જાેકે, અધિકારીઓ રજૂ કરેલા કાર્ડની સત્યતા ચકાસી શકે છે અને આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે ગણવામાં આવશે નહીં.
આ અગાઉ, અરજદારોએ કહ્યું હતું કે, પેરા લીગલ સ્વયંસેવકોની નિમણૂક કરવાની હતી, પરંતુ તેમની નિમણૂક કરવામાં આવી ન હતી. ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું હતું કે, તેઓ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે આ ઇચ્છે છે. ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે, કોઈ પણ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને મતદાર યાદીમાં સામેલ કરવા માંગતું નથી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બિહારના ૯૯.૬% નાગરિકોએ પહેલાથી જ ૧૧ સૂચિબદ્ધ દસ્તાવેજોમાંથી એક સબમિટ કરી દીધું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ૭.૨૪ કરોડમાંથી ૯૯.૬ ટકા લોકોએ દસ્તાવેજો સબમિટ કરી દીધા છે. આ અગાઉના આદેશમાં ૬૫ લાખ લોકોને આધાર કાર્ડની મંજૂરી આપવામાં આવી હતી. હવે તેમના માટે કોઈ પણ અરજદારે એ વાત તરફ ધ્યાન દોર્યું નથી કે, મોટી સંખ્યામાં લોકોને ખોટી રીતે બાકાત રાખવામાં આવ્યા છે.