Last Updated on by Sampurna Samachar
ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનુ નિવેદન
ધોની આગામી IPL સીઝનમાં ભાગ્યે જ રમતો જોવા મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સનુ પ્રદર્શન આ સિઝનમાં કંઇ ખાસ રહ્યુ નથી. ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનુ ટીમને લઇ નિવેદન સામે આવ્યું છે. વાત કરીએ તો પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ આ વખતે ચેન્નાઇ સુપર કિંગ્સ છે. ૧૩ મેચમાં ફક્ત ૩ જીત. હજુ એક મેચ બાકી છે. ઉંમર તેમને સાથ આપી રહી નથી, પરંતુ ૪૩ વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લઈ રહ્યો નથી.
હવે તેમણે કહ્યું છે કે ટીમ આગામી સિઝન માટે તૈયારી કરી રહી છે. સંકેત ટીમને ફરી ઉભી કરવા તરફ છે. હરાજી માટેની વ્યૂહરચના તૈયાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ CSK ને રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, રચિન રવિન્દ્ર જેવા ૭ ખેલાડીઓને દૂર કરવાની સલાહ આપી છે.
CSK એ ૭ ખેલાડીઓને રિલીઝ કરવા જોઇએ
ચેન્નાઈ સુપર કિંગ્સને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં, આકાશ ચોપરાએ એક કાર્યક્રમ ટાઇમ આઉટમાં કહ્યું કે CSK એ ૭ ખેલાડીઓને રિલીઝ કરવા જોઈએ.
ચોપરાએ કહ્યું કે, ખરેખર મારી પાસે એક લાંબી યાદી છે. હું અશ્વિન, જાડેજા, રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, વિજય શંકર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠીને રિલીઝ કરવા માંગુ છું. આકાશ ચોપરાએ CSK ને જેમને હટાવવાની સલાહ આપી છે તેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નથી. જોકે, તે જ શોમાં, કો-પેનલિસ્ટ સંજય બાંગરે ચોક્કસપણે કહ્યું હતું કે ધોની આગામી IPL સીઝનમાં ભાગ્યે જ રમતો જોવા મળશે.
આકાશ ચોપરાએ ઘણી મેચોમાં રવિન્દ્ર જાડેજાને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવામાં પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ અતાર્કિક છે. ચોપરા માને છે કે ડેવાલ્ડ બ્રેવિસ નંબર ૪ માટે શ્રેષ્ઠ રહેશે. રવિન્દ્ર જાડેજા માટે IPL આ સીઝન કંઈ ખાસ રહી નથી. તેણે ૧૩ મેચમાં ૨૮૦ રન બનાવ્યા છે જેમાં ૨ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ૩૮.૩૮ની સરેરાશથી ૮ વિકેટ લીધી છે.