Last Updated on by Sampurna Samachar
પરિવાર મંદિરે દર્શન કરી પરત ફરતી વેળાએ બની ઘટના
એકસાથે ચાર લોકોના મોતથી પરિવારમાં શોક
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં કેનાલમાં કાર ખાબકી જતાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી હતી. આ ઘટના દેવપુરા નજીક નર્મદા (NARMADA) કેનાલમાં સર્જાઇ હતી. જેમાં ૪ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આ ગાડીમાંથી ત્રણ બાળકો અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યા છે. અને ગાડીમાં સવાર મહિલા કેનાલમાં તણાઈ હોવાના અનુમાન સાથે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં થરાદ નગરપાલિકાની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ આદરી હતી. આ ઉપરાંત કેનાલમાં શોધખોળ માટે તરવૈયાઓ ઉતર્યા હતા.
કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી
સૂત્રોના જણાવ્યા મુજબ કિયાલ ગામનો પરિવાર દિયોદરના ભેસાણ ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયો હતો અને ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની. કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી, જેમાં આખો પરિવાર સામેલ હતો. ત્યારે એક જ પરિવારના ૪ લોકોના મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે આ લોકોના નામ અને સરનામાની શોધખોળ કરવામાં આવી રહી છે. અને દુર્ઘટનાના કારણો અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. પોલીસ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
મૃતકોની યાદી
ગોસ્વામી નવીન જીવાપુરી
ગોસ્વામી હેતલબેન નવીનપુરી (ઉંમર: ૨૮ વર્ષ)
ગોસ્વામી કાવ્યાબેન નવીનપુરી (ઉંમર: ૬ વર્ષ)
ગોસ્વામી મીનલબેન નવીનપુરી (ઉંમર: ૩ વર્ષ)
ગોસ્વામી પિયુબેન નવીનપુરી (ઉંમર: ૨ વર્ષ)