વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી ૨૫ ટકા જેટલી માલિકી મહિલાઓની

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકત

વેચાણ દસ્તાવેજમાં કુલ રૂા.૧૫૨.૩૪ કરોડની નોંધણી ફી માફી મળી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વડોદરામાં વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ એમ બે વર્ષમાં કુલ ૧૦૪૧૧૯ મિલકત વેચાણ માટેના દસ્તાવેજોની નોંધણી થઈ છે. પૈકી ૨૬૦૮૭ મિલકતો મહિલાઓ દ્વારા ખરીદવામાં આવી હોવાના દસ્તાવેજોની નોંધણીથઈ છે. છેલ્લા બે વર્ષમાં ખરીદવામાં આવેલી મિલકતોમાંથી ૨૫ ટકા મિલકતો મહિલાની માલિકીની છે. મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકત વેચાણ દસ્તાવેજમાં કુલ રૂા.૧૫૨.૩૪ કરોડની નોંધણી ફી માફીમળી છે.

ઉલ્લેખનીય છે કે મિલકતોની નોધણી માટે જ્યારે દસ્તાવેજો  કરવામાં આવે છે ત્યારે નોંધણી ફીની રકમમાંથીમુક્તિ આપવામાં આવે છે. નોંધણી ફીની રકમમાંથી બચવા માટે પણ અનેક લોકો મહિલાના નામે દસ્તાવેજો  કરાવવાનો આગ્રહ રાખે છે. અથવા એક મિલકત જો  ઘરમાં પુરુષના નામે હોય તો બીજી મિલકતમહિલાના નામે પણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી મહિલાઓના નામે દસ્તાવેજોની નોંધણીનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે.

જ્યારે વર્ષ૨૦૨૫માં રૂા.૧૦૬.૭૦ કરોડનો લાભ મેળવ્યો હતો

છેલ્લા બે વર્ષમાં મહિલા દ્વારા ખરીદવામાં આવેલી મિલકતોમાં વડોદરામાં વર્ષ૨૦૨૪માં ૧૨૪૯૧ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જ્યારે વર્ષ૨૦૨૫માં સંખ્યા વધીને ૧૩૫૯૬ નોંધાઈ હતી. વડોદરા શહેર અને જિલ્લાનીકુલ ૧૫ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વડોદરા સબ રજિસ્ટ્રાર કચેરીમા મહિલાઓના નામે સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ છે. વર્ષ૨૦૨૪માં મહિલાઓએ દસ્તાવેજોની નોંધણીમાં રૂા.૪૫ કરોડ નોંધણી ફીનોલાભ લીધો હતો. જ્યારે વર્ષ૨૦૨૫માં રૂા.૧૦૬.૭૦ કરોડનો લાભ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને મિલકતમાં તેમનો હિસ્સો વધારવા માટેસરકાર દ્વારા નોંધણી ફીમાં રાહત આપવામાં આવે છે. આર્થિક રાહતને કારણે મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારો હવે મિલકત પેત્ની, માતા કે પુત્રીના નામે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

રાજ્યમાં મહિલાઓ માટે સ્ટેમ્પ ડયૂટી .% છે અને નોંધણી ફી કોઈ નથી, જ્યારે પુરુષો માટે તે .% સ્ટેમ્પડ્યૂટી અને એક ટકો નોંધણી ફી છે. મહિલા મિલકત ખરીદદારો માટે ઉપલબ્ધ અન્ય લાભો અંગે ઘણી બેંકોઅને હોમ ફાઈનાન્સ કંપનીઓ મહિલા લોન લેનારાઓને ડિસ્કાઉન્ટેડ હોમ લોન વ્યાજદરો ઓફર કરે છે. ઓછાવ્યાજ દર લાખો રૂપિયા બચાવી શકે છે.

દસ્તાવેજની નોંધણી માટે મહિલાઓ માટે નોંધણી ફીમાં ખાસ મુક્તિ આપવામાં આવી છે. સામાન્ય સંજાેગોમાંદસ્તાવેજની નોંધણી કરાવવાની હોય ત્યારે અવેજનો એક ટકો નોંધણી ફી પેટે વસૂલવામાં આવે છે પરંતુ જ્યારેમાત્ર મહિલાઓના નામે દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થાય ત્યારે એક ટકા નોંધણી ફી માફ છે. એટલે કે કોઈમહિલાના નામે મિલકતનો દસ્તાવેજ થાય અને તેની અવેજ રૂા.૫૦ લાખ હોય તો તે મહિલાએ એક ટકા પેટેરૂા.૫૦ હજાર નોંધણી ફી પેટે ચૂકવવાના ના થાય.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.