Last Updated on by Sampurna Samachar
સમર વેકેશનમાં રેલવે મુસાફરો માટે ખુશખબર
રજાઓ દરમિયાન કન્ફર્મ ટિકિટ મળવી હવે સરળ બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલનું નેટવર્ક છે. જે આશરે ૬૮૦૦૦ કિમીથી પણ વધુ રૂટ અને ૭૩૦૦થી પણ વધુ સ્ટેશનો સાથે સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. દરરોજ આશરે ૧૩૦૦૦ થી વધુ પેસેન્જર ટ્રેનો અને ૭૦૦૦ થી વધુ માલગાડીઓ દોડે છે. આ વિશાળ નેટવર્કમાં આશરે ૨.૩ કરોડથી પણ વધુ મુસાફરો મુસાફરી કરે છે.

ગુરુવારે સમર સ્પેશિયલ ટ્રેનોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વધારે માંગ ધરાવતા રૂટ્સ પર શરૂ કરાયેલી વધારાની ટ્રેન સેવાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેથી મુસાફરી વધુ સુવિધાજનક બને અને ભીડ ઓછી થાય. ઉત્તર પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની ભીડ ઓછી કરવા માટે ૧૦૪ ટ્રેનોમાં ૧૩૨ વધારાના કોચ ઉમેર્યા છે. જેનાથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ વધુ વધી છે.
મુસાફરોની કનેક્ટિવિટી સુવ્યવસ્થિત કરવાનો
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવે ૧૫ એપ્રિલથી લઈ ૧૫ જુલાઈ ૨૦૨૬ સુધી ૧૮૨૬૨ સમર સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવવાની યોજના ધરાવી છે. આમાંથી, ૧૧૮૭૮ ટ્રીપ્સની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે બાકીની સેવાઓ તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આ આયોજનનો હેતુ મુસાફરોની અવરજવર અને મુસાફરોની કનેક્ટિવિટી સુવ્યવસ્થિત કરવાનો છે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન, મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (ન્્) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (ઝ્રજીસ્), પુણે, સુરત (ઉધના સહિત), અમદાવાદ અને બેંગલુરુ જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ભીડ પર નિયંત્રણ રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓ મુસાફરોને મુશ્કેલીમુક્ત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ-લેવલ સહાયને મજબૂત બનાવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેએ સુરતના ઉધના સ્ટેશન પર રીઅલ-ટાઇમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. રેલવે સુરક્ષા દળના જવાનો ઉધના-થાવે તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરોને વ્યવસ્થિત રીતે ચઢવામાં મદદ કરી રહ્યા છે. ભારે ભીડ હોવા છતાં સલામતી અને કાર્યક્ષમ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છે. રેલવેએ ઉનાળાની ઋતુમાં તેમના વતન જતા મુસાફરોને પણ પ્રાથમિકતા આપી છે.
મુખ્ય સ્પેશિયલ ટ્રેનો
૦૯૦૮૮/૦૯૦૮૭ અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ
૦૯૪૪૭/૦૯૪૪૮ અમદાવાદ – પટણા હમસફર સ્પેશિયલ
૦૯૪૦૯/૦૯૪૧૦ અમદાવાદ – એકતા નગર (કેવડિયા) હેરિટેજ સ્પેશિયલ
૦૯૪૧૯/૦૯૪૨૦ અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ
૦૧૯૨૦/૦૧૯૧૯ અસરવા – આગ્રા કૅન્ટ સ્પેશિયલ
૦૯૪૭૯/૦૯૪૮૦ સાબરમતી (વટવા) – હાવડા સમર સ્પેશિયલ
૦૧૯૦૬/૦૧૯૦૫ અસરવા – કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ