૧૨૩ ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો

ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધકરી દેનારો એક આર્થિક પ્રહાર છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અનેમોડ્યુલ્સની આયાત પર ૧૨૩.૦૪ ટકા જેટલી પ્રાથમિક એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરીછે.

ર્નિણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગબંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેનીએન્ટીડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ ૨૩૪ ટકાથી પણ વધી ગયો છે. કઠોર ર્નિણયથી ભારતની ટોચની સોલર કંપનીઓ અને સરકારની રિન્યુએબલ એનર્જી નિકાસ રણનીતિ સામેગંભીર પ્રશ્નાર્થચિહ્ન ઊભું થયું છે.

કેટલીક વિશાળ કંપનીઓને સીધું નિશાન બનાવવામાં આવી

અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા ૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક વિસ્તૃત તપાસ અહેવાલના આધારે ર્નિણય લેવાયો હતો. તપાસમાં પ્રાથમિક રીતે સાબિત થયું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશોતેમના સોલર ઉત્પાદનો અમેરિકન માર્કેટમાં તેની વાસ્તવિક ઉત્પાદન કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રક્રિયાને ડમ્પિંગ કહેવામાં આવે છે. જ્યારે કોઈ દેશ પોતાના ઘરઆંગણે વેચાતીકિંમત કરતા પણ ઓછી કિંમતે બીજા દેશમાં માલ ઠાલવે, ત્યારે તેને અટકાવવા માટે એન્ટીડમ્પિંગ ડ્યુટીલાદવામાં આવે છે. અમેરિકાનો દાવો છે કે, પ્રકારના અન્યાયી પ્રાઇસિંગને કારણે તેની સ્થાનિક કંપનીઓસ્પર્ધામાં ટકી શકતી નથી અને તેમનું ઉત્પાદન ઠપ થઈ રહ્યું છે.

ભારતીય સોલર નિકાસકારો અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. એન્ટીડમ્પિંગ ડ્યુટી (૧૨૩.૦૪%): જેઅત્યારે તાજેતરમાં લાદવામાં આવી છે. કાઉન્ટરવેલિંગ ડ્યુટી ઝ્રફડ્ઢ (૧૨૫.૮૭%) જે વર્ષે ફેબ્રુઆરીમાંલાદવામાં આવી હતી. અમેરિકાનો આક્ષેપ છે કે, ભારત સરકાર તેની સોલર કંપનીઓને વિવિધ પ્રોત્સાહનોઅને સબસિડી આપે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો વિરુદ્ધ છે.

સબસિડીની અસરને બેઅસર કરવામાટે લાદવામાં આવે છે. જ્યારે બંને ટેક્સ ભેગા થાય છે, ત્યારે ભારતીય સોલર મોડ્યુલ્સની કિંમતઅમેરિકામાં ત્રણ ગણી થઈ જાય છે, જે તેને ગ્રાહકો માટે બિલકુલ બિનસ્પર્ધાત્મક બનાવી દે છે. અમેરિકાની તપાસમાં ભારતની કેટલીક વિશાળ કંપનીઓને સીધું નિશાન બનાવવામાં આવી છે.

તપાસ અહેવાલમાંસ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અમુક કંપનીઓ માટે ડમ્પિંગ માર્જિન વધુ છે. અદાણી ગ્રુપની મુંદ્રા સોલરપીવી અને મુંદ્રા સોલર એનર્જી તપાસના મુખ્ય કેન્દ્રમાં છે. અમેરિકા અદાણી સોલર માટે સૌથી મોટું બજારહતું, જ્યાં હવે નિકાસ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

પ્રીમિયર એનર્જીસ કંપની માટે પણ વેઈટેડ એવરેજ ડમ્પિંગ માર્જિન ૧૨૩.૦૭ ટકા નક્કી કરવામાં આવ્યું છે. વારી એનર્જીસ અને વિક્રમ સોલર જેવી કંપનીઓ, જેમને વ્યક્તિગત રીતે તપાસવામાં આવી નથી, તેમના પરપણઓલઅધર્સકેટેગરી હેઠળ સમાન દરે ટેક્સ લાગુ થશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.