રાજાશાહી સમયથી મતદાન કરતા ૧૧૦ વર્ષના વૃદ્ધ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

લારીમાં મતદાન કરવા આવ્યા ૧૧૦ વર્ષના દાદી

પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધે મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. એકતરફ ૪૪ ડિગ્રીની આકરી ગરમી અને અગનગોળા વરસાવતા સૂર્યપ્રકાશને કારણે બપોરના સમયે મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, તો બીજી તરફ રાજ્યના શતાયુ વૃદ્ધોએ મતદાન કરી યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૬ કલાકના અંતે સરેરાશ ૩૯% જેટલું મતદાન નોંધાયું છે. આ સાથે જ રાજ્યમાં શતાયુ મતદાતાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

અરવલ્લીના સાઠંબામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોવા મળી હતી. અહીં ૧૧૦ વર્ષના વૃદ્ધાને તેમના પુત્ર લારીમાં બેસાડીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા હતા. વૃદ્ધાની હાલત જોઈ ફરજ પરના પોલીસકર્મીઓએ માનવતા દાખવી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ

અરવલ્લીના સાઠંબામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોવા મળી હતી. અહીં ૧૧૦ વર્ષના વૃદ્ધાને તેમના પુત્ર લારીમાં બેસાડીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા હતા. વૃદ્ધાની હાલત જોઈ ફરજ પરના પોલીસકર્મીઓએ માનવતા દાખવી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા, જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કરી સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધ અણદા ખેંગાર નાડોદાએ મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું. વધતી ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં લોકશાહી પ્રત્યેનો તેમનો આ જાગૃત અભિગમ ગ્રામજનો અને યુવા મતદારોમાં ભારે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો.

પંચમહાલ જિલ્લામાં સૌથી વયસ્ક મતદારે પોતાની ફરજ નિભાવી હતી. કાલોલ તાલુકાના કાતોલ ગામે ૧૧૨ વર્ષના વૃદ્ધાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિવારના ટેકા સાથે મતદાન કરવા આવેલા આ માજીએ સાબિત કર્યું કે લોકશાહીના પર્વમાં ઉંમર ક્યારેય બાધક બની શકતી નથી.

જૂનાગઢના બીલખામાં ૧૧૦ વર્ષના વૃદ્ધે મતદાન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધ રાજાશાહી સમયથી અવિરત મતદાન કરતા આવ્યા છે. તેમની સાથે માખીયાળામાં એક દિવ્યાંગ મતદારે વ્હીલચેરમાં આવીને મતદાન કર્યું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં આ વડીલો અને દિવ્યાંગોમાં લોકશાહીનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો.

૬ કલાકના મતદાન બાદ જિલ્લા-તાલુકા પંચાયતમાં ૪૦.૧%, નગરપાલિકામાં ૪૧.૧% અને મહાનગરપાલિકામાં ૨૯.૧% મતદાન નોંધાયું હતું. ૪૪ ડિગ્રી તાપમાનને કારણે બપોરે પણ ગરમ થઈ ગયા હતા અને મતદાનની ગતિ ધીમી પડી હતી. ગરમીના પ્રકોપે મતદારોને ઘરની બહાર નીકળતા અટકાવ્યા હતા, જેના કારણે મધ્યાહને અનેક કેન્દ્રો સૂમસામ દેખાયા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.