Last Updated on by Sampurna Samachar
ઊંઝામાં તા.પંચાયતની ૪ બેઠક પર ભાજપ બિન હરીફ
આ સાથે જ ઊંઝા તાલુકા પંચાયત કબજે કરવાના ભાજપના લક્ષ્યાંકમાં આ ચાર બેઠકોએ મજબૂત પાયો નાખ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન તરફ કદમ માંડ્યા છે. ઊંઝા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ ભાજપે ઘણી બેઠકો પર વિજયનો પંચમ લહેરાવી દીધો છે. ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.

ઊંઝા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકો પૈકી ૪ બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે. જેમાં ઉપેરા, દાસજ, વરવાડા અને કરલી બેઠકોનો સમાવેશ થાય છે. આ સાથે જ ઊંઝા તાલુકા પંચાયત કબજે કરવાના ભાજપના લક્ષ્યાંકમાં આ ચાર બેઠકોએ મજબૂત પાયો નાખ્યો છે.
તાલુકા પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતના ગણિતમાં પણ ભાજપ આગળ રહ્યું છે. ઊંઝા તાલુકાની જિલ્લા પંચાયતની ૩ બેઠકો પૈકી ૧ બેઠક (કહોડા) પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.આ વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. હવે બાકી રહેલી બેઠકો પર આગામી દિવસોમાં રસાકસીભર્યો જંગ જામશે, પરંતુ બિનહરીફ થયેલી આ બેઠકોએ ભાજપ માટે જીતનો માર્ગ સરળ બનાવી દીધો છે.