Last Updated on by Sampurna Samachar
બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લુખ્ખા તત્ત્વોનો ભયાનક આતંક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી શહેરના બિનાકા ચોક વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. માત્ર બાઈક ધીમું ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે ત્રણ શખસોએ એક યુવક પર છરી વડે હિંસક હુમલો કરતાચકચાર મચી ગઈ છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લુખ્ખા તત્ત્વોનો ભયાનક આતંક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, અમરેલીના બિનાકા ચોકમાં આવેલી એક પાનના ગલ્લા પાસે સિરાજ કુરેશી નામનોયુવક ઊભો હતો. આ દરમિયાન ત્યાંથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખસોએ દુકાન પાસે બાઈક ભટકાવતા સિરાજે તેમને બાઈક ધીમું ચલાવવા માટે કહ્યું હતું. આ સાંભળતા જ ઉશ્કેરાયેલા ત્રણ શખસોએસિરાજ પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો.
હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
આ હુમલામાં સિરાજ કુરેશીને જમણા પગના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. હુમલો કરનાર ત્રણેય શખસોસગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે દાદલી રફીક સૈયદ સહિત તેના અન્ય બે ભાઈઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હિચકારા હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ શખસો છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે યુવકને નિશાન બનાવીરહ્યા છે. હુમલા બાદ ઈજાગ્રસ્ત સિરાજને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થેખસેડવામાં આવ્યો છે.
અમરેલીમાં જાહેરમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજનાઆધારે ત્રણેય ફરાર લુખ્ખા તત્ત્વોની શોધખોળ શરૂ કરી છે. લોકોમાં ચર્ચા છે કે જો સમયસર પગલાં નલેવાયા હોત તો આ ઘટના ધંધુકા જેવું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકત.