Last Updated on by Sampurna Samachar
રૂમમાંથી અવાજ આવતા દરવાજો ખોલતાં પરિવાર ચોંકી ગયો
યુવકને પોલીસને સોંપવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગ્રાના એક ગામમાં પરિણીત મહિલાને તેનો પ્રેમી મળવા ગયો અને ત્યાં પકડાઇ જતાં ઢોર માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક યુવક તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. જે બાદે તે પકડાય જતા, તેને પ્રેમીકાના પરિવારના સભ્યો અને ગામલોકોએ ખરાબ રીતે માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર આગ્રામાં એક પરિણીત મહિલાને તેનો પ્રેમી મળવા માટે ઘરે ગયો હતો. જ્યાં રૂમમાંથી અવાજ આવતાં પરિવારના સભ્યોને શંકા જતાં રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે મહિલાએ તેના પ્રેમીને એક પેટીમાં છુપાવી દીધો હતો. જ્યારે પરિવારના સભ્યોએ તેને આખા રૂમમાં શોધ્યો, ત્યારે તે ક્યાંય દેખાયો નહીં. પછી મહિલાના પતિએ પતરાની પેટી તરફ જોયું અને જ્યારે તેણે તેને ખોલી ત્યારે બધા ચોંકી રહી ગયા હતા.
યુવકને ગામલોકોએ પણ માર્યો માર
મહિલાનો પ્રેમી કપડાં વગર, પેટીની અંદર છુપાયેલો ઝડપાયો હતો. તેને જોતાં જ પરિવારના સભ્યો ગુસ્સે થઈ ગયા અને તેને લાકડીઓથી માર માર્યો હતો. એટલું જ નહીં, તેઓએ તેને કપડાં પહેરાવીને ઘરની બહાર લઈ ગયા, જ્યાં ગામલોકોએ તેને માર પણ માર્યો હતો. આ પછી, પોલીસને બોલાવવામાં આવી અને આરોપીને તેમના હવાલે કરવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું કે, તે બહા તહસીલનો રહેવાસી છે. તે એક વર્ષથી તે મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો. તે ઘણીવાર તે સ્ત્રીને તેના પતિની ગેરહાજરીમાં મળવા જતો હતો. આ કેસમાં ફતેહાબાદના ઇન્સ્પેક્ટર તિવારીએ જણાવ્યું કે, ગ્રામજનોએ યુવકને પોલીસને સોંપી દીધો છે. ફરિયાદ પત્ર મળ્યા બાદ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.