Last Updated on by Sampurna Samachar
પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ દ્વારા વિરોધ કરાયો
સિનિયોરિટી યાદી મુજબ જ ભરતી કરવાનું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં HTAT મુખ્ય શિક્ષકોને જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે, આ દરમિયાન ગુજરાતી માધ્યમમાં નિમણૂંક પામેલ હતા. જેમણે અન્ય માધ્યમમાં આવવા માટે રજૂઆત કરેલ જેને ગ્રાહ્ય રખાય તે પરિપત્ર સામે પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ દ્વારા વિરોધ કરાયો છે.
જો આ પરિપત્રનો અમલ કરી બદલી થશે તો કોર્ટ સુધી જવાની ચીમકી આપવામાં આવી છે. પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં HTAT જિલ્લા ફેર બદલી કેમ્પની માધ્યમ વગરની સિનીયોરીટી લીસ્ટ રદ્દ કરી માધ્યમ મુજબ યાદી જાહેર કરવા માટેની માંગણી યુનિયન દ્વારા કરવામાં આવી છે.
HTAT શિક્ષકના હિત માટે વિરોધ કરીશુ
આ પહેલા યુનિયન દ્વારા શિક્ષણ સમિતિ અધ્યક્ષ, શાસનાધિકારીથી માંડી શિક્ષણ નિયામક સુધી ફરિયાદ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં શિક્ષકોમાં ચર્ચા છે કે સિનિયોરિટી યાદી મુજબ જ ભરતી કરવાનું આયોજન છે.
હાલની ચર્ચા મુજબ નિયામક કચેરી દ્વારા એક પત્ર થયો છે. જેમાં કોઈ એક HTAT શિક્ષક ગુજરાતી માધ્યમમાં સીધી ભરતીથી ગુજરાતી માધ્યમમાં નિમણૂંક પામેલા હતા. જેમણે અન્ય માધ્યમમાં આવવા માટે રજૂઆત કરેલ જેને ગ્રાહ્ય રાખી છે. તેમની નિમણૂક અન્ય માધ્યમોમાં કરવા માટેનો આદેશ કરાયો છે. જો આ પ્રકારે બદલી કરવાની હોય તો સંઘનો વાંધો હોવાનું જણાવાયું છે.
કેમ્પના દિવસે અન્ય માધ્યમના બાળકો, સિનિયર શિક્ષકો અને સમિતિના સુરતમાં કાર્યરત HTAT શિક્ષકના હિત માટે કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીશું અને જરૂર જણાય કોર્ટમાં પણ જવાની ચીમકી આપવામાં આવી છે.