Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયામાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ
રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઇ થઇ બોલચાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હાલ શહેરના પોલીસ (POLICE) કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા નશાની હાલતમાં વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ૩ લોકોને અડફેટે લીધા હતા. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ૨ પોલીસકર્મીઓ એક યુવકે લાકડી અનં દંડાથી મારી રહ્યા છે.
જણાવી દઈએ કે, શહેરના હીરાભાઈ માર્કેટ, દીવાન બલ્લુભાઈ રોડ પર પોલીસકર્મી દ્વારા એક વ્યક્તિને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને થયેલા ઝઘડાને કારણે બની હોવાનું જાણવા મળે છે.
સામાન્ય બાબતમાં આ રીતે માર મારવો કેટલો યોગ્ય ?
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક પોલીસકર્મી ખાખી વર્દીમાં લાકડી વડે વ્યક્તિ પર ઢોર માર મારી રહ્યો છે. આ વીડિયો સામે આવતા ખાખી પર મોટા સવાલો ઉભા થયા છે. જો સામાન્ય બાબતમાં આ રીતે લોકોને રસ્તા પર પોલીસ મારશે તો લોકો કોના પર વિશ્વાસ કરશે ?
આ વીડિયોમાં પોલીસની દાદાગીરી અને અનૈતિક વર્તન સ્પષ્ટ દેખાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભય અને અસંતોષનું વાતાવરણ ઊભું થયું છે. ઘટનાની વિગતો અનુસાર, રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને પોલીસકર્મી અને વ્યક્તિ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ, જે પછી પોલીસે આક્રમક વલણ અપનાવીને મારપીટ શરૂ કરી હતી.
વીડિયોમાં દેખાતી આ બર્બરતાએ પોલીસની કામગીરી અને નૈતિકતા પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાની સખત નિંદા કરી છે, અને પોલીસ વિભાગ પાસેથી આ મામલે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માગ કરી છે. આ ઘટના અમદાવાદ પોલીસની છબીને નુકસાન પહોંચાડનારી સાબિત થઈ શકે છે, કારણ કે આવા વીડિયો લોકોનો વિશ્વાસ ઘટાડે છે.
હાલમાં, આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસ વિભાગની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ કાયદાના રક્ષકોની જવાબદારી અને વર્તન પર ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે.