વિદેશ પ્રવાસમાં માતા-પિતાની હાજરીથી વૈભવને ઘરેલું માહોલ મળશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

BCCI એ લીધો વૈભવ સુર્યવંશી માટે મોટો નિર્ણય

સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ભારતીય ક્રિકેટર બનશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

IPL ૨૦૨૬મા રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બેટિંગ કરનાર યુવા બેટર વૈભવ સૂર્યવંશીને ભારતીય ટી૨૦ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો હોવાના સમાચાર છે. આટલી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મળેલી સફળતા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડે એક સંવેદનશીલ ર્નિણય લીધો છે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના આગામી પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીની સાથે બે ખાસ વ્યક્તિ પણ ટીમ ઈન્ડિયાની સાથે યાત્રા કરશે.

વૈભવ સૂર્યવંશી આ સમયે ઉંમરમાં નાનો છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં અચાનક મળેલી લોકપ્રિયતા, મીડિયા અટેન્શન અને સીનિયર ટીમના મોટા દબાવને સંભાળવો કોઈપણ બાળક માટે માનસિક રૂપે પડકારજનક હોઈ શકે છે. તેવામાં BCCI  એ ર્નિણય લીધો છે કે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના આગામી પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના માતા-પિતા પણ ટીમ ઈન્ડિયા સાથે યાત્રા કરશે. વિદેશી પ્રવાસ પર માતા-પિતાની હાજરીથી વૈભવને ઘરેલું માહોલ મળશે અને તેને એકલતાનો અનુભવ થશે નહીં. તો વિદેશી પ્રવાસની નવી પરિસ્થિતિમાં ઢળવામાં મદદ મળશે.

સચિન તૈંડુલકર બાદ વૈભવને મળી આ તક

આજ પ્રકારે જ્યારે સચિન તેંડુલકર ૧૯૮૯ માં ભારત માટે પોતાનું પર્દાપણ કરવા પાકિસ્તાન ગયા હતા તો તેમના મોટા ભાઈ અજીત તેમની સાથે ગયા. ત્યારે સચિનની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. તેવામાં વૈભવ સૂર્યવંશી માટે પણ BCCI એ મોટો ર્નિણય કર્યો છે.

BCCI  સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું ‘તે હજુ બાળક છે, તેથી અમે તેના માતા-પિતાને તેની સાથે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ જવાની મંજૂરી આપવાનો ર્નિણય લીધો છે, જેથી તે તેની સાથે રહી શકે અને તેને નવા માહોલમાં ઢળવામાં મદદ કરી શકે. બોર્ડ તેનો બધો ખર્ચ ઉઠાવશે.‘

મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે વિદેશી પ્રવાસ અને લાંબી ટૂર્નામેન્ટ માટે પરિવારની હાજરીને લઈને કડક નિયમ લાગૂ કર્યાં છે. ખેલાડી સંપૂર્ણ પ્રવાસ દરમિયાન પોતાના પરિવાર કે પત્નીને સાથે ન રાખી શકે. જો કોઈ સિરીઝ કે ટૂર્નામેન્ટ ૪૫ દિવસથી લાંબી છે, તો પરિવારના સભ્યો ખેલાડી સાથે માત્ર ૧૪ દિવસ સુધી રહી શકે છે. પરંતુ વૈભવ માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વૈભવ સૂર્યવંશીની ૧૫ વર્ષ ૭૧ દિવસની ઉંમરમાં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. જો તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે તો તે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ભારતીય ક્રિકેટર બની જશે. તેની પહેલા જ્યારે સચિનને પસંદ કરવામાં આવ્યો તો તેની ઉંમર ૧૬ વર્ષ ૧૯૪ દિવસ હતી. સચિને પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં પર્દાપણ કરી લીધું હતું. હવે વૈભવને આવી તક મળી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.