Last Updated on by Sampurna Samachar
રશિયાએ યુક્રેનના ૧૮૦ ડ્રોન તોડી પાડ્યાનો દાવો
મોસ્કોના તમામ એરપોર્ટો બંધ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતા યુક્રેનમાં ૧૧ લોકોના મોત અને ૫૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે યુક્રેને વળતો જડબાતોડ જવાબ આપીને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાને રાખીને મોસ્કોના તમામ એરપોર્ટો પરથી ફ્લાઈટનું સંચાલન તાત્કાલીક અટકાવી દેવાયું છે.

રશિયાની એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં એરપોર્ટોની સુરક્ષાને ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઈટોનું ઉડ્ડટન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીએ દાવો કર્યો છે કે, તેમની સેનાએ આકાશમાં જ યુક્રેનના ૧૮૦ ડ્રોન તોડી પાડ્યા છે.
રશિયાએ યૂક્રેનના કેટલાક ભાગોમાં ભારે તબાહી મચાવી
હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેનીયન સેનાએ આ અઠવાડિયામાં બીજી વખત મૉસ્કોની સૌથી મોટા ક્રૂડ ઓઈલ પ્રોડક્શન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. રશિયાએ તાજેતરમાં જ યુક્રેનના શહેરો અને વિસ્તારો પર ભીષણ હુમલા કર્યા હતા, જેના જવાબમાં આ હુમલો કરાયો છે.
આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કહ્યું કે, ‘અમારી સેના યુક્રેનની સેનાએ માસ્ક મોસ્કોમાં જ નહીં, રોસ્તોવ વિસ્તાર અને રશિયન સેનાએ કબજે કરેલા યૂક્રેનના કેટલાક ભાગોમાં ભારે તબાહી મચાવી છે. આ હુમલા બાદ આખા રશિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રશિયન સેનાએ ૧૫ જૂનના રોજ યુક્રેનના મોટા શહેરો પર અનેક ડ્રોન અને મિસાઈલો છોડી હતી, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. ઝેલેન્સ્કી અને એક અધિકારીએ કહ્યું હતું કે, રશિયાના હુમલામાં એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં પણ આગ લાગી હતી. રશિયન સેનાએ કીવ, ખાર્કિવ અને નિપ્રો શહેરમાં ૬૧૧ ડ્રોન અને ૭૦ મિસાઈલો છોડી હતી.