Last Updated on by Sampurna Samachar
આર્થિક નુકશાન અને બેરોજગારીએ યુવકોનો જીવ લીધો
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં આત્મહત્યાના બનાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં યુવકે આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક આર્થિક સંકડામણને કારણે સુરતના રત્ન કલાકારે આપઘાત કર્યો છે. જહાંગીરપુરામાં યુવાન રત્નકલાકારે ફાંસો ખાંઈ જીવન ટુંકાવી લીધું છે. છેલ્લા બે વર્ષથી શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં નુકશાન થયું હતું. આર્થિક સંકડામણના કારણે યુવકે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. યુવકે સ્યુસાઈડ નોટમાં પોતે શેરબજાર અને ક્રિપ્ટોમાં નુકશાનીના કારણે દેવું થઈ જતા પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
મળતી માહિતી અનુસાર અંકુરપાર્ક સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય જયદિપ વિનયચંદ્ર ડોબરીયા અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. રત્નકલાકાર યુવક મંદીના લીધે છેલ્લા ઘણા સમયથી બેકાર હતો. યુવકે તેમણે પોતાના ઘરે પહેલા માળે બેઠક રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો.
બેરોજગારી સહન ન થતાં અંતે જીવન ટુંકાવ્યું
ત્યારે બીજી તરફ જયદિપભાઈએ આપઘાત પહેલા પોતાની દીકરીની નોટબુકમાં પાછળના પાના પર સ્યુસાઈડ નોટ લખીને છોડી છે. જેમાં તેમણે ‘હું આપઘાત કરૂ છું તેમાં કોઈનો હાથ નથી. હું મારી મરજીથી આર્થિક સંકડામણના કારણે પગલું ભરૂ છું. મેં જેને પૈસા આપ્યા છે તેમણે મને નથી આપ્યા તેનો મને કોઈ ગમ નથી’ તેવો ઉલ્લેખ કર્યો છે. જયદીપે બે વર્ષમાં શેરબજારમાં અને ક્રિપ્ટો કરન્સીમાં નુકશાન થયું હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા હોવાનો પણ તેમાં ઉલ્લેખ કર્યો.
સુરતમાં વધુ એક યુવકનો આર્થિક તંગીના લીધે આપઘાત કર્યો છે. પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં ૨૫ વર્ષીય યુવકે આપઘાત કર્યો. વિશાલ નરવાડે નામના યુવકની મંદીના લીધે નોકરી છૂટી ગઈ હતી. યુવક ૫ મહિનાથી નોકરીની શોધમાં હતો. યુવકને નોકરી ન મળતા ૫ મહિનાથી બેરોજગાર હોવાથી ઘરમાં આર્થિક તંગી સર્જાઇ હતી. યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. યુવક બેરોજગાર હોવાથી લોનના હપ્તા પણ ભરી શક્તો ન હતો. ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ લોન ના હપ્તા લેવા આવતા હતા. ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી કરાવ ઘરે આવતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. આખરે યુવકે મોત વ્હાલુ કર્યું.