Last Updated on by Sampurna Samachar
શુભાંશુ શુક્લા સહિતની ટીમ કેલિફોર્નિયામાં કરશે સ્પ્લેશડાઉન
૧૮ દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિતની ટીમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષમાંથી વિદાય લઈ પૃથ્વી પર પરત આવવા માટે રવાના થયા છે. ૨૬ જૂન ૨૦૨૫ના રોજ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન યાન દ્વારા શુભાશું શુક્લા અને તેમના સાથી AX -૪ મિશન પર રવાના થયા હતા.

આ મિશનમાં અમેરિકાના અનુભવી અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસન કમાન્ડર તરીકે અને અન્ય સભ્ય પોલેન્ડના સાવોસ ઉઝનાન્સ્કી અને હંગરીના તિબોર કપૂ સામેલ છે. શુભાંશુ શુક્લાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૧૮ દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર આવશે. આ ચારેય કુલ ૨૫૦ થી વધુ વખત પૃથ્વીની પરિક્રમા તરફથી ૬ મિલિયન મીલથી વધુનું અંતર પાર કર્યું. ૧૭ દિવસની આ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાનની ટીમે ૬૦ થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા, જેમાં માઇક્રોએલ્ગી પર રિસર્ચ અને નવી સેન્ટ્રીફ્યૂગેશન ટેકનિક સામેલ છે.
અંતરિક્ષ પરથી વિદાય લેતા પહેલા યોજ્યો વિદાય સમારંભ
શુભાશું શુક્લા અને ટીમે ફેરવેલ સેરેમની યોજી હતી. ત્યારબાદ તેઓ ISS પરથી પૃથ્વી પર પરત ફરવા રવાના થઈ ગયા છે. તેઓ કેલિફોર્નિયાના કિનારે સ્પ્લેશડાઉનની સાથે થશે. ISRO ના અનુસાર, પૃથ્વી પર પરત ફર્યા બાદ શુભાંશુ શુક્લાને ૭ દિવસના રિહેબિલિટેશન પ્રોગ્રામથી પસાર થશે, જેથી તેઓ પૃથ્વીની ગુરૂત્વાકર્ષણ સ્થિતિમાં સારું અનુભવી શકે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થયા બાદ ડ્રેગન અવકાશયાન કેટલાક એન્જિનોને બાળી નાખશે, કારણ કે સ્ટેશનથી સુરક્ષા દૂર જવા માટે આ પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે. ત્યારબાદ ડ્રેગમ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે. આ દરમિયાન, તેનું તાપમાન ૧,૬૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરાશૂટ બે તબક્કામાં ખુલશે, પહેલા ૫.૭ કિમીની ઊંચાઈ પર સ્ટેબલાઈજિંગ ચુટ્સ અને પછી મુખ્ય પેરાશૂટ લગભગ બે કિમી પર ખુલશે. ત્યારબાદ અવકાશયાનનું સુરક્ષિત ઉતરાણ શક્ય બનશે.
શુભાંશુ શુક્લા અને ટીમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઐતિહાસિક યાત્રા દરમિયાન અંતરિક્ષ પરથી વિદાય લેતા પહેલા ખાસ વિદાય સમારોહ યોજ્યો હતો. આ ખાસ ક્ષણ એક વિદાય સમારોહ તરીકે આયોજિત કરાયું હતું. આ સમારોહ લાઈવ પ્રસારિત કરાયો હતો, જેને દુનિયાભરના લાખો લોકોએ નિહાળ્યું હતો.
ફેરવેલ પ્રોગ્રામમાં AX -૪ મિશનની ટીમ અને NASA ની EXPEDITION 7E ટીમના સભ્ય પણ સામેલ હતા. શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારા પહેલા ભારતીય છે. ફેરવેલ સમારોહમાં શુભાંશુ શુક્લાએ ભારત માટે મેસેજ આપતા કહ્યું કે, આજ કા ભારત સારે જહાં સે અચ્છા દિખતા હૈ.