Last Updated on by Sampurna Samachar
એકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યું
અકસ્માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સિરસામાં ભારત માલા ફોરેલન પર ગુજરાત (GUJARAT) પોલીસની ગાડી રસ્તા પર ઊભેલા એક વાહન સાથે ટકરાઈ ગઈ હતી. જે આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યું છે.
ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ NHAI ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘાયલોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ભટિંડા રિફર કરવામાં આવ્યા છે. દરમિયાન, ડબવાલી પોલીસ આ મામલાની તપાસ શરૂ કરી છે અને ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ અંગે પોલીસને કોઇ માહિતી નહીં
ડબવાલી પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તે બધા અમદાવાદ શહેર પોલીસના છે. હવે તે ક્યાં જતા હતા ? પોલીસને આ અંગે કોઈ માહિતી મળી નથી.
અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ માટે પંજાબ જઈ રહી હતી, આ દરમ્યાન રસ્તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં રામોલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે. પી. સોલંકીને પણ ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છે.